Home /News /gujarat /

Video વાયરલ: જનતાએ પોલીસને કરાવ્યું ટ્રાફિક નિયમનું ભાન, તો ભાગ્યો પોલીસ જવાન

Video વાયરલ: જનતાએ પોલીસને કરાવ્યું ટ્રાફિક નિયમનું ભાન, તો ભાગ્યો પોલીસ જવાન

હેલ્મેટ વગર પોલીસ ચાલકે બાઈક ચલાવવું ભારે પડ્યું, જાગૃત જનતાએ વીડિયો બનાવી પોલીસવાળાને પણ કરાવ્યું ટ્રાફિક નિયમનું ભાન

સામાન્ય રીતે ટ્રાફિક પોલીસનું કામ હોય છે ટ્રાફિક નિયમનનું પાલન કરાવવું. પરંતુ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ આવ્યા બાદ હવે જાગૃત જનતા પણ પોલીસને ટ્રાફિક નિયમન શીખવી રહી છે.

    રૂત્વિજ સોની, અમદાવાદ: મોટર વ્હીકલ એક્ટના નવા નિયમ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી જે રીતે દંડ વસુલી રહી છે, તેને જોતા લાગી રહ્યું છે કે કેટલાક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. લોકો માની રહ્યાં છે કે, જો ટ્રાફિક નિયમનનું પાલન કરવાની જવાબદારી માત્ર જનતા જ નહીં પરંતુ પોલીસ કર્મચારી ઓની પણ છે. જેથી હવે જાગૃત જનતા દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પોલીસ કર્મીઓનો જ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

    અમદાવાદ પોલીસ વિભાગના એક કર્મચારી રોડ પર હેલ્મેટ પહેર્યા વગર બિન્દાસ બાઇક ચલાવી રહ્યાં છે. ત્યારે એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને તેમને પૂછ્યું સાહેબ હેલ્મેટ ક્યાં છે. વીડિયોમાં પહેલા તો આ પોલીસ કર્મચારી ગુસ્સે થઇને કાંઇ કહેવા જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ, જ્યારે તેને ખબર પડી કે તેનો વીડિયો બની રહ્યો છે. તો તેણે શાંત થઇને બાઇક રોંગ સાઇડમાં વાળી દીધું.

    જો કે આ જાગૃત નાગરીકે તેમ છતાં પણ પીછો ન છોડ્યો, અને પાછળ પાછળ પણ ગયો, પરંતુ આખરે આ પોલીસ કર્મચારી ત્યાંથી પલાયન થઇ ગયો.

    તાજેતરમાં જ એક પોલીસ જવાન ચાલુ બાઇકે હેલ્મેટ પહેર્યાં વગર મોબાઇલ પર વાત કરતો જઇ રહ્યો હોવાનો ફોટો વાયરલ થયો હતો. જોકે ફોટો વાયર થતાં જ અધિકારીઓએ તાત્કાલિક આ બાઇક ચાલક પોલીસ જવાનને દંડ ફટકારવા માટે આદેશ કર્યો હતો. જેથી બાઇકના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેને રૂપીયા 1100નો દંડ કરવામાં આવ્યો છે.

    મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા બાદ જે રીતે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી પ્રજા પણ હવે માની રહી છે કે, જો અમારી પાસે ટ્રાફિક નિયમનની આશા રાખી રહ્યા છો તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ તમારી પણ જવાબદારી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ahmedabad police, People, Traffic Fines, ટ્રાફિક નિયમ, પોલીસ`

    આગામી સમાચાર