Home /News /gujarat /

વડોદરા હિંસામા સઘન તપાસ: મંદિર તોડવાની ઘટનામાં 19 લોકોની કરાઇ અટકાયત

વડોદરા હિંસામા સઘન તપાસ: મંદિર તોડવાની ઘટનામાં 19 લોકોની કરાઇ અટકાયત

વડોદરા પોલીસે 19 લોકોની અટકાયત કરી છે.

Vadodara Violence: આ ઘટનામાં રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે.

    વડોદરા: શહેરમાં (Vadodara) રાવપુરા ટાવર (stone pelting in Vadodara) પાસે મોડીરાતે આશરે 11.30ની આસપાસ અકસ્માત બાદ જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. જેમા કારેલીબાગમાં (karelibaugh) મંદિર તોડવાની ઘટનામાં વડોદરા પોલીસે (Vadodara Police) 19 લોકોની અટકાયત કરી છે. વડોદરા, એડીસીપી, ચિરાગ ખોરડિયાના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે.

    પ્રી પ્લાનિંગ કે અચાનક બની હતી ઘટના?

    વડોદરા, એડીસીપી, ચિરાગ ખોરડિયાએ આ અંગે જણાવ્યુ કે, આ ઘટનાને અંજામ આપનાર લોકોને અમે રાતે જ પકડી લીધા છે. આ અંગે રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કારેલીબાગમાં રાતે મંદરિ તોડવાની ઘટનામાં 19 લોકોની રાતે જ અટકાયત કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓને પણ આજે પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. મંદિર તોડવાની ઘટના પ્રીપ્લાનિંગ હતી કે અચાનક ટોળા દ્વારા કરવામાં આવી તે અંગેની તપાસ ચાલી રહી છે.

    આ પણ વાંચો - હિંમતનગર, ખંભાત અને હવે વડોદરા: બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો અને તોડફોડ

    એસઆરપીની ટીમો તહેનાત કરવામાં આવી

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ઘટનાને પગલે શંકાસ્પદ વિસ્તારોમાં એસઆરપીની બે ટીમોને મૂકી દેવામાં આવી છે. જ્યારે તમામ પોલીસ સ્ટેશનમાં ફિક્સ પોઇન્ટ અને પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઢવી દેવામાં આવી છે. હાલ શહેરમાં શાંતિ છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં 8થી 10 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ફરિયાદી છે.



    નોંધનીય છે કે, મોડી રાતે 11.30 કલાકની આસપાસ બે બાઇક અથડાઇ હતી. જે બાદ તેમની વચ્ચે ઉગ્ર બોલચાલ થઇ હતી. જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. પથ્થરમારાને કારણે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી લોકોના ટોળેટોળા જામી ગયા હતા. સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળ્યો હતો. ટોળાએ કોઠી પોળની સાંઈ બાબાની મૂર્તિને તોડી નાંખી હતી. આ સાથે 10થી વધુ વાહનો અને લારીઓની તોડફોડ કરી હતી. જોકે, આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, પથ્થરમારો કરનાર અમારા વિસ્તારના ન હતા કોઇ અજાણ્યા માણસો જ હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા સમાચાર, હિંસા

    આગામી સમાચાર