હરિયાણા ના સોનીપતમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. સેક્ટર-13માં અમુક અજાણ્યા હુમલાખોરોએ એક યુવતીની આંખો ફોડી નાંખીને તેણીના ચહેરા પર એસિડ ફેંક્યું છે. આ યુવતી એક મોલમાં આવેલ સ્પા માં કામ કરતી હતી. થોડા દિવસ અગાઉ તેણી ભાડાના મકાનમાં શિફ્ટ થઇ હતી. આ હુમલો તેણી પર કેમ કરવામાં આવ્યો તેની જાણકારી મળી નથી.

હરિયાણા# હરિયાણા ના સોનીપતમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. સેક્ટર-13માં અમુક અજાણ્યા હુમલાખોરોએ એક યુવતીની આંખો ફોડી નાંખીને તેણીના ચહેરા પર એસિડ ફેંક્યું છે. આ યુવતી એક મોલમાં આવેલ સ્પા માં કામ કરતી હતી. થોડા દિવસ અગાઉ તેણી ભાડાના મકાનમાં શિફ્ટ થઇ હતી. આ હુમલો તેણી પર કેમ કરવામાં આવ્યો તેની જાણકારી મળી નથી.
આ ક્રૂરતાનો ભોગ બનનાર યુવતી ખૂબ ડરેલી છે. તેણીની ગંભીર હાલતને જોતા તેણીને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. પુછપરછ દરમિયાન પાડોશમાં રહેતા એક શખ્સે જણાવ્યું કે, સવારે ઘટનાની જાણ થતા જ તે પણ તેના રૂમમાં દોડી ગયો હતો. રૂમમાં ચારેય તરફ લોહી પડેલું હતુ.
તેણે જણાવ્યું કે, યુવતીના વસ્ત્ર બળી ગયા હતા. રૂમમાં રહેલ સામાન પણ વીખરેલો હતો. પ્રથમ દ્રૃષ્ટિએ એવું લાગી રહ્યું હતુ કે, લૂંટ-ફાટ થઇ હોય. યુવતીના કપડા પણ ફાટી ગયા હતા. તપાસ દરમિયાન પોલીસને અમુક ડ્રગ્સ અને અમુક ખાવાનો સામાન મળી આવ્યો હતો.
પીડિત યુવતી મૂળ દિલ્હીના ઉત્તમ વિહારની રહેવાસી છે. તેણીએ 15 દિવસ અગાઉ ભાડે મકાન લીધું હતુ. નીચેના ભાગમાં એક પરિવાર રહેતું હતુ, જેઓએ શનિવારે સાંજે મકાન ખાલી કર્યું હતુ.
પીડિત યુવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, બે શખ્સોએ તેણી પર બોટલ વડે હુમલો કર્યો હતો. હાલ સમગ્ર મામલા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર