Home /News /gujarat /અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલના ચોથા માળે જતા ડરે છે લોકો, આ છે કારણ

અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલના ચોથા માળે જતા ડરે છે લોકો, આ છે કારણ

સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ

સોલા સિવિલ હોસ્પિટલમાં ચોથા માળે આવેલ લેબોરેટરીની બાજુમાં એક શ્વાને એક બે નહીં પરંતુ ચાર ચાર ગલૂડિયાને જન્મ આપ્યો હતો.

    હિમાંશુ વોરા, અમદાવાદ

    અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સતત બે દિવસ સુધી લોકો ડરના માર્યા અફરાતફરીનાં માહોલમાં રહ્યા છો. આ ડર કોઈ ભૂતનો નહીં પરંતુ એક શ્વાનનો છે. અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં ચોથા માળે આવેલ લેબોરેટરીની બાજુમાં એક શ્વાને એક બે નહીં પરંતુ ચાર ચાર ગલૂડિયાને જન્મ આપ્યો હતો. અને ત્યાર બાદ ડરનો માહોલ શરૂ થયો હતો.

    સુત્રોના જણાવ્યા પ્રમામે સોલા સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી તરફ કોઈપણ વ્યક્તિ આવે કે તરત શ્વાન સ્વબચાવમાં ભસતું હતું. અને ડરના કારણે સ્ટાફના લોકો લેબોરેટરીમાં જતા પણ ડરતા હતા. બીજી તરફ હોસ્પિટલ તંત્ર દ્વારા કોર્પોરેશનમાં આ બાબતે જાણકારી આપી હતી. પરંતુ શ્વાન માટે કોર્પોરેશન પાસે કોઈ વ્યવસ્થા ના હોવાના પગલે હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા હાલ શ્વાન અને તેના ગલૂડિયાંને ચોક્કસ જગ્યા પર આસરો આપ્યો છે.

    શ્વાન કોઈને બચકું ના ભરે તેનું પણ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં સવાલ એ થાય હોસ્પિટલમાં શ્વાન કેવી રીતે પ્રવેશ્યું ? કેવા પ્રકારની સુરક્ષા સિવિલ તંત્ર દ્વારા અહીં કરવામાં આવે છે.? જયારે કોર્પોરેશન પાસે શા માટે આવા સંજોગોમાં કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. શું માત્ર શ્વાનને હડકવા થાય તો જ તેને પકડવામાં આવે...?
    Published by:ankit patel
    First published:

    Tags: Reason, Sola civil hospital, અમદાવાદ, ગાંધીનગર`, ડર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन