Home /News /gujarat /એ હાલો! નવરાત્રી દરમિયાન ભક્તો પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકશે, જાણી લો ખાસ સમય

એ હાલો! નવરાત્રી દરમિયાન ભક્તો પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકશે, જાણી લો ખાસ સમય

પાવાગઢ મંદિર

Pavagadh News: નવરાત્રી દરમિયાન પાવાગઢમાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે.

  વડોદરા: ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર (Navratri at Pavagadh Temple) ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. મંદિર ટ્રસ્ટે જાહેર કરતા જણાવ્યું છે કે, નવરાત્રી (Navratri 2021) દરમિયાન ભક્તો સવારે પાંચથી રાતનાં 8 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે નવરાત્રી દરમિયાન ભક્તો અંબાજી મંદિરમાં (Ambaji Temple) પણ દર્શન કરી શકશે પરંતુ ચાચર ચોકમાં ગરબા નહીં કરી શકે.

  કોવિડની ગાઇડલાઇન માનવી પડશે

  નવરાત્રી દરમિયાન પાવાગઢમાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે પાવાગઢ મંદિર ટ્રસ્ટે ભક્તોનું ધ્ચાન રાખીને નિર્ણય લીધો છે કે, નવરાત્રીના દિવસો દરમિયાન મંદિરમાં શ્રદ્ધાળુઓ સવારે પાંચથી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકશે. પરંતુ કોવિડ 19ની માર્દગર્શિકાને ધ્યાનમાં રાખીને દર્શન કરવાના રહેશે.

  પાવાગઢ જવાનો રસ્તો


  ગયા વર્ષે ભક્તો માટે LCD સ્ક્રીન મૂકવામાં આવી હતી

  ગયા વર્ષે નવરાત્રી દરમિયાન પાવાગઢનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતુ. પાવાગઢ તળેટીમાં મહાકાળી માતાના લાઇવ દર્શન માટે LCD સ્ક્રીન મૂકવામાં આવી હતી. નવરાત્રીમાં લાખો ભક્તો માતાના દર્શને આવતા હોવાથી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા માચી અને પાવાગઢ તળેટીમાં મહાકાળી માતાના લાઇવ દર્શન માટે LCD સ્ક્રીન મૂકવામાં આવી હતી. ત્યાં ભીડ થાય તો પોલીસ પ્રશાસન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવી રાખવા ખળેપગે કામ કરી રહ્યા હતા.

  પાવાગઢ મંદિર


  અંબાજી મંદિરનાં ચાંચર ચોકમાં ગરબા નહીં થાય

  નોંધનીય છે કે, નવરાત્રી દરમિયાન ભક્તો અંબાજી મંદિરમાં પણ દર્શન કરી શકશે. પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાના લીધે સતત બીજા વર્ષે પણ અંબાજી મંદિરના ચાચરચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. ગરબામાં ભારે ભીડ થવાની શક્યતાને લઈને પણ 60 વરસથી ચાલતી નવરાત્રી મુલતવી રખાઇ છે. જોકે, નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું જ રહેશે અને રાબેતા મુજબ દર્શન, આરતીના સમય મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન લાભ લઈ શકશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Navratri 2021, Navratri Tradition, Pavagadh, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन