Home /News /gujarat /

OBC કમિશને અમારી વાત સાંભળી, પાટીદારોને અનામત મળવાનો ચાન્સ: હાર્દિક

OBC કમિશને અમારી વાત સાંભળી, પાટીદારોને અનામત મળવાનો ચાન્સ: હાર્દિક

    પાટીદાર અનામત આંદોલનને ફરી વેગવંતુ બનાવવા હાર્દિક પટેલે વ્યૂ રચના ગોઠવી લીધી છે. આમરણ ઉપવાસ બાદ હવે હાર્દિક પટેલ તમામ 25 કન્વીનરોને સાથે રાખી ગાંધીનગર કુચ કરી હતી. અહીં તેણે પોતાના 25 કન્વીનરોને સાથે રાખી ઓબીસી પંચ સમક્ષ 11 પાનાની લેખીતમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ હાર્દિક પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે OBC પંચનું હકારાત્મક વલણ રહ્યું હતું.

    આ પણ વાંચો શુક્રવારથી ત્રણ દિવસ બેંક રહેશે બંધ, આજે જ પતાવી લો જરુરી કામ

    શું કહ્યું હાર્દિકે ?

    મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે. હાર્દિકે હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના 25 કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને લેખીતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ હાર્દિકે જણાવ્યું કે અમે OBC પંચને રજૂઆત કરી છે, સરકાર અને અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટે અમારી વાત સાંભળી છે, પાટીદારોને ચોક્કસ અનામત મળવાના ચાન્સ છે.

    હાર્દિકે જણાવ્યું કે અમને ભાજપ સરકાર પાસેથી પણ સહકારની આશા છે, સરકાર પાટીદારોના હીતનું વિચારે, ગાંધીનગર ખાતે ઓબીસી પંચને મળ્યા બાદ તેઓ ફરી એક અઠવાડિયા પછી મુલાકાત કરશે તથા રાજ્યમાં સરવે કરવામાં આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે. આ સિવાય હાર્દિકે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પણ અરજી કરી છે.

    આ પણ વાંચો નાટકો નથી જોઈતા, સરકાર ત્રણ મહિનામાં સર્વે કરાવે: હાર્દિક પટેલ
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: OBC, અનામત, ગાંધીનગર`, પાટીદાર, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन