પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ સૌરાષ્ટ્રમાં ખેડૂત વેદના યાત્રામાં ગામડે ગામડે ફરી રહ્યો છે. આ દરમિયાન ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચિતમાં હાર્દિકે દિલની વાત જણાવી છે. રાજકારણીઓ સાથે સંબંધ મુદ્દે હાર્દિકે જવાબ આપતાં કહ્યું કે 'હા, હું રાજકારણ સાથે સંકળાયેલો છું'.
હાર્દિકે કરી દિલની વાત
પાટીદારોને અનામત મળે તે ઉદ્દેશ્યથી શરૂ થયેલા અનામત આંદોલનથી જ સરકારને હંફાવનાર હાર્દિક પટેલ સરકારમાં કામ કરવા ઇચ્છે છે. હાર્દિકે દિલની વાત કહેતા જણાવ્યું કે એ હકિકત છે કે હું રાજકારણ સાથે સંકળાયેલો છું. હું ઇચ્છું કે હવે પછીનું મારું ઇન્ટરવ્યૂ ગાંધીનગર કે દિલ્હીમાં લેવા આવો. એટલે કે આંદોલનના માર્ગે આગળ ચાલી રહેલો હાર્દિક પટેલ હવે સક્રિય રાજકારણમાં આગળ વધવા માગે છે.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની ચાર દિવસીય ખેડૂત વેદના પદયાત્રા શરૂ થઇ ગઇ છે. તારીખ 20/12/2018 સવારે 7 વાગ્યાથી તારીખ 23/12/2018 રાત સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ ફતેપુરથી થયો હતો, અહીં આવેલા ભોજાભગતની જગ્યામાં હાર્દિકે શીશ નમાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર