Home /News /gujarat /

પાટીદાર સમાજ માટે આજે સોનેરી દિવસઃ સી.કે. પટેલ

પાટીદાર સમાજ માટે આજે સોનેરી દિવસઃ સી.કે. પટેલ

સી.કે.પટેલ

"હાર્દિકે આપેલા મુદ્દાઓ ઉપરાંત અન્ય મુદ્દાઓની એક યાદી તૈયાર કરીને પાટીદાર સમાજને લાભ થાય તેવી રીતે સરકારમાં રજુઆત કરીશું."

  અમદાવાદઃ હાર્દિક પટેલ ઉપવાસના 19માં દિવસે પારણા કરી લેશે તેવી જાહેરાત પાસ તરફથી કરવામાં આવી છે. આ અંગેની માહિતી પાસના કન્વીનર મનોજ પનારાએ આપી હતી. આ અંગે પાટીદાર અગ્રણી તેમજ હાર્દિકના વિવિધ મુદ્દાઓને લઈને સરકારમાં રજુઆત કરનારા સી.કે. પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજ માટે આજનો દિવસ સોનેરી છે. હાર્દિકે સમાજની લાગણીને માન રાખીને પારણાં કરી લેવાની જાહેરાત કરી છે તે સારી વાત છે. નોંધનીય છે કે ચોથી સપ્ટેમ્બરના રોજ પાટીદાર સમાજની સંસ્થાઓ અને સરકારના મંત્રીઓ સાથે વાટાઘાટો કરનારા સી. કે. પટેલને પાટીદાર અનામત આંદોલન સમિતિએ સરકારના એજન્ટ ગણાવ્યા હતા.

  'છ સંસ્થાઓના પ્રતિનિધિઓ પારણાં કરાવશે'

  સી.કે. પટેલ કહ્યું કે, "પાટીદારની મુખ્ય છ સંસ્થાઓના પ્રતિનિધિઓ વચ્ચે ઉમિયા કેમ્પસ ખાતે એક બેઠક મળશે. બાદમાં સંસ્થાના પ્રતિનિધિઓ હાર્દિક પાસે જઈને પારણાં કરાવશે. હાર્દિકની તબિયતને લઈને સમાજ ખૂબ જ ચિંતિત હતો."

  'તમામ મુદ્દાઓ અંગે સરકાર સાથે વાતચીત કરીશું'

  હાર્દિક પટેલની ત્રણ માંગણી અંગે જણાવતા સી.કે.પટેલે કહ્યું કે, "હાર્દિક પટેલ ઉપરાંત એસપીજી તરફથી પણ અમને ઘણા મુદ્દાઓ મળ્યા છે. આ ઉપરાંત પાટીદારની છ મુખ્ય સંસ્થાઓ તરફથી પણ અલગ અલગ મુદ્દા મળ્યા છે. આ તમામ મુદ્દાઓની એક યાદી તૈયાર કરીને અમે પાટીદાર સમાજને લાભ થાય તેવી રીતે સરકારમાં રજુઆત કરીશું. આ દરમિયાન સમાજીક સમરસતા જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે."

  'પાટીદાર સંસ્થાઓમાં ભાજપ-કોંગ્રેસ બંને વિચારધારાના લોકો'

  "પાટીદારની મુખ્ય છ સંસ્થાઓની વિચારધારાને લઈને હંમેશા સવાલ ઉઠતા આવ્યા છે. હું સ્પષ્ટ કરું છું કે તમામ સંસ્થાઓમાં ભાજપ-કોંગ્રેસ બંનેની વિચારધારા રાખનારા લોકો છે. કડવા અને લેઉવા એમ બંને સમાજની અલગ અલગ સંસ્થાઓ પણ છે. પંરતુ આ છ સંસ્થાઓ પક્ષાપક્ષી ભૂલીને સમાજહીત માટે કાર્યરત છે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Manoj Panara, Paas, હાર્દિક પટેલ

  આગામી સમાચાર