Home /News /gujarat /

પાટીદાર આંદોલનના ફરી મંડાણ: હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસશે

પાટીદાર આંદોલનના ફરી મંડાણ: હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર બેસશે

હાર્દિક પટેલ ફેસબુક લાઇવ

આગામી 25 ઓગસ્ટના દિવસે પાટીદાર ક્રાંતિ દિવસના ત્રણ વર્ષ થવા જઇ રહ્યા છે ત્યારે પાસ કન્વીનર અને અનામત આંદોલનના મુખ્ય ચહેરો ગણાતા હાર્દિક પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે.

  આગામી 25 ઓગસ્ટના દિવસે પાટીદાર ક્રાંતિ દિવસના ત્રણ વર્ષ થવા જઇ રહ્યા છે ત્યારે  પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ )કન્વીનર અને અનામત આંદોલનના મુખ્ય ચહેરો ગણાતા હાર્દિક પટેલે આંદોલનની આગામી રણનિતી જાહેર કરી છે.

  હાર્દિક પટેલે આજેે તેના ઓફિસિયલ ફેસબુક પર ફેસબુક લાઇવ દ્વારા જણાવ્યુ કે,  તારીખ ૨૫ ઓગસ્ટ એ પાટીદાર ક્રાંતિ દિવસ છે અને આ દિવસથી અમદાવાદ ખાતે પાટીદાર સમાજ ને અનામત આપવાની માંગ સાથે અન્નનો  ત્યાગ કરીને આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. અને એ દ્વારા આરપારની લડાઇના એંધાણ આપ્યા છે.

  આ જાહેરાતની સાથે સાથે હાર્દિકે એમ પણ કહ્યુ કે,  અનામત,બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલીઓ મારી પ્રાથમિક લડાઈ છે. પરંતુ ગુજરાતમાં જનતાને લગતો કોઇ  મુદ્દો હશે, તો હું એ મુદ્દાની લડાઈમાં પહેલો ઉભો રહીશ.

  કાંતો મારો જીવ જશે કાંતો અનામત મળશેઃ હાર્દિક પટેલ

  ઘણા સમય પછી 'પાસ' કન્વીનર હાર્દિક પટેલ પોતાના ફેસબુક પેજ ઉપર લાઇવ આવ્યો હતો. આ ફેસબુક લાઇવમાં હાર્દિક પટેલે ગુજરાતમાં દારૂબંધી બાબતે કરેલી માટે જનતા રેડ, યુવતીઓ સાથેના ફોટા વગેરે મુદ્દે વાતો કરી હતી. તેણે કહ્યુુ કે, તે  કોઇ પક્ષના ખોળામાં બેસવાનો નથી.

  ફેસબુક લાઇવમાં હાર્દિકે જણાવ્યું હતું કે, ઘણા બધા દોસ્તોને મારે કહેવાનું છે. અનામત માટેની લડાઇ ચાલુ જ રહેશે.  તેણે વધુમાં જણાવ્યું હતુંકે કાંઇ ન્હોતું ત્યારે તો આપણે લડ્યા.  આપણે અંદરો અંદર વાદવિવાદ સામે લડવું પડશે. કોઇપણ મુદ્દા ઉપર લડીએ એનો વિરોધ કરવો યોગ્ય નથી. આપણે ભેદભાવો ભુલીને આગળ આવીને અનામત મુદ્દે લડવું પડશે. અનામતને ભડકાવનાર મુદ્દાઓ વિશે આપણે વિચારવું પડશે. તમે મારો વિરોધ કરો એનો વાંધો નથી પરંતુ તમે સલાહની જગ્યાએ સહયોગ આપો. તમે હાર્દિક પટેલ સામે વિરોધ કરો છો. હાર્દિક પાસેથી જવાબ માંગો છો. કેમ કોઇ રાજનેતાઓ પાસે જવાબ માંગતા નથી ? કેમ કોઇ મંત્રી પાસેથી જવાબ માંગતા નથી. ?

  હાર્દિકે જણાવ્યું હતું કે, આપણે ત્રણ વર્ષથી અનામત મુદ્દે લડાઇ લડી રહ્યા છે પરંતુ કેટલાક લોકોએ શરુઆતથી જ વિરોધ કરવા સિવાય બીજુ કશુ કર્યુ નથી.  જે માણસ ઉપર કેસ થયો નથી એવા લોકો સલાહ આપવા લાગે છે. આમ ન કરવું જોઇએ,  તેમ ન કરવું જોઇએ. અરે ભાઇ,  સલાહની જરૂર નથી સામે આવો અને સાથ આપો.

  અનામત મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, હવે આ આરપારની છેલ્લી લડાઇ છે.  કાંતો મારો જીવ જશે,  કાંતો અનામત મળશે.  આગામી 25 ઓગસ્ટે પાટીદાર ક્રાંતિ દિવસે આમરણાંત ઉપરવાર પર બેસીશ. જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીશ.

  અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા લાખો પાટીદારો

  અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 ઓગસ્ટ 2015ના દિવસે ગુજરાતના ખુણે ખુણેથી લાખો પાટીદારો આવ્યા હતા. આ ગ્રાઉન્ડમાં પાટીદારોએ પોતાનું ઐતિહાસિક શક્તિ પ્રદર્શન કર્યું હતું. અહીં હાર્દિક પટેલે સભા સંબોધી હતી. જોકે એ દિવસે  મોડી સાંજે પોલીસ દ્વારા ગ્રાઉન્ડમાં પાટીદાર યુવકો ઉપર લાઠીઓ વરસાવી હતી. ત્યારબાદ આખા ગુજરાતમાં હિંસા ભડકી હતી. આમ  પાટીદારોના 14 યુવકો આ આંદોલનમાં શહીદ થયા હતા. આ વાતને હવે આગામી 25 ઓગસ્ટે ત્રણ વર્ષ થશે.

  વધુ વિગત જાણવા માટે અહીં વિડિયો પર ક્લિક કરો
  Published by:Ankit Patel
  First published:

  Tags: Facebook live, અનામત આંદોલન, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन