Home /News /gujarat /

પાટણ ડોક્ટરની કામલીલાઃ મહેન્દ્ર મોદીનો ITI કરેલો પુત્ર ચલાવતો ક્લિનિક !

પાટણ ડોક્ટરની કામલીલાઃ મહેન્દ્ર મોદીનો ITI કરેલો પુત્ર ચલાવતો ક્લિનિક !

સમીમાં 40 વર્ષથી દવાખાનુ ધરાવતા મહેન્દ્ર મોદીએ તેના રખડતા પુત્રને તબીબી ટ્રિકો શીખવી તબીબ બનાવી દીધો હતો.

સમીમાં 40 વર્ષથી દવાખાનુ ધરાવતા મહેન્દ્ર મોદીએ તેના રખડતા પુત્રને તબીબી ટ્રિકો શીખવી તબીબ બનાવી દીધો હતો.

  સમીની મુખ્ય બજારમાં વાણિયા શેરીમાં દેના બેંકની બાજુમાં છેલ્લા 40 વર્ષથી મહેન્દ્ર મોદી બીએએમએસની ડિગ્રી ધરાવતો હોવા છતાં તમામ પ્રકારની સારવાર કરતો હતો. થોડા સમયથી મહેસાણા ખાતે અન્ય હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હોઇ સમી ખાતે અઠવાડિયામાં બે દિવસ આવતો હતો અને સમીનું ક્લિનિક તેના પુત્ર કિશન મોદી ડિગ્રી વગર ડોક્ટર બની દર્દીઓની સારવાર કરતો હતો.

  જાણવા મળ્યા મુજબ સમીમાં 40 વર્ષથી દવાખાનુ ધરાવતા મહેન્દ્ર મોદીએ તેના રખડતા પુત્રને તબીબી ટ્રિકો શીખવી તબીબ બનાવી દીધો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ડોક્ટર મહેન્દ્ર મોદીના પુત્રએ ITI કરેલું છે પરંતુ તે જ મોટેભાગે દવાખાનું ચલાવતો હતો. જ્યારે મહેન્દ્ર મોદી શનિ અને રવિવારે જ આવતો હતો.

  અહીં ક્લિક કરી વાંચોઃ ભરૂચમાં ઝૂપડપટ્ટીમાં રહેતા ડ્રાઇવરને 200 કરોડની કરચોરીની નોટિસ !

  ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સમી ખાતે મુખ્ય બજારમાં મહેન્દ્રભાઈ મોહનભાઈ મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તેમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો તે બાબતે મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. બે મહિલા સાથે દુર્વ્યવહાર થયો છે. તેનો ગુનો દાખલ કરાયો છે. સારવાર માટે આવતી મહિલાઓને દવા આપવાના બહાને તેમજ અગાઉ વીડિયો ઉતાર્યો છે તે વાઈરલ કરી દઈશ તેવી ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું. વીડિયો કોણે ઉતાર્યો છે તે હજુ તપાસનો વિષય છે.

  મહેન્દ્ર મોદી પોતે BAMS ડોક્ટર છે. તેણે 1976માં લોદરા ખાતે હનુમાન આયુર્વેદિક કોલેજમાં BAMS કરેલું છે. આજે તે 66 વર્ષનો છે. તે મહેસાણા ખાતે રહે છે અને મહેસાણા હાઈવે પર આઇકોન મોલમાં તેનું બીજું દવાખાનું છે. સોમવારથી શુક્રવાર તે ત્યાં સંભાળે છે. શનિ-રવિ સમી આવે છે. જ્યારે સોમથી શુક્ર તેનો દીકરો કિશન (40) સમી ખાતે દવાખાનું સંભાળે છે. તેણે પણ મહિલાઓ સાથે દુષ્કર્મ કરેલું છે. જેથી બંને સામે ગુનો દાખલ કરાયો છે. કિશન ડોક્ટર નથી પણ તેણે લુણવા ખાતેથી ટુ વ્હીલર રિપેરિંગનો આઈટીઆઈનો કોર્સ કરેલો છે. તે તેના પિતાની ગેરહાજરીમાં ડોક્ટર તરીકે દવા આપે છે. તેમની પાસેથી મોબાઇલ કબજે કર્યા છે.

  બીએસએએમ આ આયુર્વેદિકની જૂની ડિગ્રી છે. હાલે બીએએમએસ કહેવાય છે. તેમની વિરુદ્ધ ચુકાદો આવે તો મેડિકલ કાઉન્સિલ ટર્મિનેટ પણ કરી શકે છે.

  આ વિસ્તારમાં વર્ષો જૂની હોસ્પિટલ હોઇ વિશ્વાસના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ પણ સારવાર અર્થે આવતી હતી. પણ પિતા -પુત્ર દ્વારા હવસ સંતોષવા હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીઓને ચેકઅપ કરવાના બહાને વીડિયો ઉતારી તેની સાથે શારીરિક સબંધો બાંધતો હતો. આ આ કૃત્યના વીડિયો કોઈએ વાઇરલ કરતાં ગામમાં હોબાળો મચી ગયો હતો. શનિવારે લોકોએ ક્લિનિકમાં હોબાળો મચાવી ડોક્ટર અને પુત્રને માર્યા બાદ પુત્રનું મુંડન કરી પોલીસને હવાલે કર્યા હતા. દરમિયાન ગામલોકોએ સ્વયંભૂ બંધ પાળી આ હેવાનિયતનો વિરોધ દર્શાવ્યો હતો.

  અહીં ક્લિક કરી વાંચોઃ બારડોલીના આ પ્રગતિશીલ ખેડૂતે ડ્રેગન ફ્રૂટ વાવીને ઓછા ખર્ચમાં કરી વધુ કમાણી

  40 વર્ષથી સમી વિસ્તારમાં હોઇ 66 વર્ષની ઉંમરના ડોક્ટર મહેન્દ્ર મોદીને લોકો પરિવારના ડોક્ટર સમાન ગણતા હતા અને લોકોમાં તેમના પ્રત્યે ભારે વિશ્વાસ અને સન્માનની ભાવના હતી. આ વિસ્તારના વિદેશમાં વસતા લોકો મોંઘી ભેટ સોગાદ પણ તેમને મોકલતા હતા. મહેન્દ્ર મોદીનું સમી બજારમાં આવેલું દવાખાનું સીલ કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
  Published by:Sanjay Vaghela
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन