Home /News /gujarat /

પાસ કન્વિનરોને દિલ્હીનું તેડું; સિબ્બલની ફોર્મ્યૂલા પર કરીશું ચર્ચાઃ દિનેશ

પાસ કન્વિનરોને દિલ્હીનું તેડું; સિબ્બલની ફોર્મ્યૂલા પર કરીશું ચર્ચાઃ દિનેશ

ગાંધીનગરઃ પાસની ટીમને દિલ્હીથી કોંગ્રેસનું તેડું આવ્યું છે. ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરતા પહેલા કોંગ્રેસ અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. કોંગ્રેસની દિલ્હી ખાતે યોજાનાર બેઠકમાં પાસ કન્વિનર મનોજ પનારા, દિનેશ બાંભણીયા, લલીત વસોયા જોડાશે. આ માટે તમામ આગેવાનો આજે(ગુરુવારે) દિલ્હી જશે. તમામ લોકો અનામતના મુદ્દા પર છેલ્લું મંથન કરશે તેવી પણ ચર્ચા છે. કોંગ્રેસના વલણ બાદ જ ટેકો આપવો કે ન આપવો તે અંગે પાસ કોઈ નિર્ણય કરશે.

કપિલ સિબ્બલની ફોર્મ્યૂલા પર કરીશું ચર્ચાઃ દિનેશ


દિલ્હીના તેડા અંગે પાસના કન્વિનર દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, 'ટિકિટની અમારી કોઈ માંગ નથી. અમે દિલ્હીમાં કપિલ સિબ્બલની ફોર્મ્યૂલા પર ચર્ચા કરીશું. કોંગ્રેસ સાથે અમારી ચર્ચા અનામત અંગે હશે.

અનામત મુદ્દે સ્ટેન્ડ ક્લિયર કરવાની માંગણી

છેલ્લા ઘણા દિવસોથી પાસ કોંગ્રેસને અનામત મામલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાનું કહી રહી છે. આ માટે પાસ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં અનેક બેઠકો પણ થઈ ચુકી છે. પાસ આગેવાનો સાથે ચર્ચા કરવા માટે દિલ્હીથી કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ અમદાવાદ આવ્યા હતા. પાસે ચૂંટણીમાં સમર્થન પહેલા કોંગ્રેસ પાસે માંગણી કરી હતી તે સ્પષ્ટ કરે તે તેમની સરકાર આવશે તો કેવી રીતે અનામત આપશે. તેમની અનામતની ફોર્મ્યુલા શું હશે?

દિલ્હીમાં આજે યોજાનાર બેઠકમાં પાસના મનોજ પનારા, દિનેશ બાંભણીયા, લલીત વસોયા અને કિરિટ પટેલ કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. પ્રથમ ચરણની યાદી આજકાલમાં જાહેર થનાર છે ત્યારે લાગી રહ્યું છે કે અનામત બેઠક પર આ છેલ્લી બેઠક હશે. બધુ બરાબર રહ્યું તો પાસ કોંગ્રેસને સમર્થન જાહેર કરી શકે છે.
First published:

Tags: Dinesh bambhaniya, Gujarat Election 2017

આગામી સમાચાર