Home /News /gujarat /પાટીદારો પર દમનના મુદ્દે વિશેષ સત્ર બોલાવવાની માંગ સાથે ધાનાણી CMને લખશે પત્ર

પાટીદારો પર દમનના મુદ્દે વિશેષ સત્ર બોલાવવાની માંગ સાથે ધાનાણી CMને લખશે પત્ર

પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)

    પરેશ ધાનાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમા તેને કહ્યું કે તેઓ વિશેષ સત્ર બોલાવવાની માગ સાથે એક પત્ર સીએમ વિજય રૂપાણીને લખશે. પાટીદારો પર દમન સહિતની પોલીસ ફરિયાદ તમામ બાબતો માટે વિશેષ સત્ર બોલાવવાની માગ કરશે.

    ધાનાણીના ભાજપ પર પ્રહાર
    પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની સરકારે 14-14 પાટીદારોના જીવ લીધા છે. આ સાથે જ હજારો યુવાનો પર લાઠીઓ વરસાવી છે. ભાજપની સરકાર વાંરવાર ભ્રષ્ટાચાર કરે છે. પાટીદારો પર 22 હજાર કેસ થયા છે, બેન દીકરીઓ પાસે અઘટતીત મંગણીઓ કરી હતી. જે વાત કોંગ્રેસ સહન નહિ કરી લે. જેથી આ તમામ મુદ્દાઓ વિશેષ સત્રમાં ચર્ચા જવી જોઈએ.

    મોંઘવારી મુદ્દે પ્રહાર
    તો મોંઘવારી મુદ્દે ધાનાણીએ કહ્યું કે ભાજપે આ વધતી જતી મોંઘવારી અંગે ચર્ચા કરવી જોઈએ.  મોંઘવારીથી ધ્યાન ભ્રમિત કરીને પોતાની માતાને વચ્ચે લાવવા નવું ષડયંત્ર કરવામાં આવ્યું છે. હું જીતુભાઇની માતાને સન્માન આપું છું પણ પાટીદાર સમાજને પીઠું કહ્યું છે તે અયોગ્ય છે. ગુંડાઓ દ્વારા કોંગ્રેસના કાર્યાલય અને નેતાના ઘરે જે હુમલો કર્યો છે. તેને હું કડક શબ્દોમાં વખોડું છું,

    જીતુ વાઘાણી પાટીદારો પાસે માફી માગે
    જીતુવાઘાણી પર આરોપ લગાવતા ધાનાણીએ કહ્યું કે જીતુવાઘાણીએ પાટીદાર સમાજ અને હાર્દિક પટેલને કોંગ્રેસના પીઠું કહ્યાં હતા. જે યોગ્ય વાત નથી. જેથી પાટીદાર સમાજને પીઠ્ઠુ કહેવા પર જીતુ વાઘાણીએ માફી માગે તેવી માગ કરી છે. આ સાથે જ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસ ભાજપની ધાક-ધમકીથી નહિં ડરે.

    આ સાથે જ નલિયાકાંડ મુદ્દે ધાનાણીએ કહ્યું કે આ ભાજપની સરકાર હજુ સુધી નલિયાની પીડિયાને ન્યાય આપી શકી નથી. જે યોગ્ય નથી. આ સાથે જ આસારામનો પણ મુદ્દો ઉઠાવીને ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા.

    સરદારના વારસદારોનું અપમાન
    ભાજપે સરદારના વારસદારોનું અપમાન કર્યું છે. જે પાટીદાર સમાજ ક્યારે સહન નહિં કરે. પાટીદાર સમાજની ન્યાયની મંગણીઓ સહિત ચૂંટણીલક્ષી જે વાયદાઓ આપ્યા હતા. તે પણ આ સરકારે હજુ પૂર્ણ નથી કર્યાં. ભાજપની રાજમાં  મહિલાઓ ઉપર થયેલા ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધીમાં 1887 બળાત્કારના કેસ નોંધાયા છે.

    મેં પાટીદારોને ક્યારેય કોંગ્રેસના પીઠ્ઠુ કહ્યા નથી
    જીતુ વાઘાણી: 'મેં પાટીદાર સમાજને ક્યારેય કોંગ્રેસના પીઠ્ઠુ કહ્યા નથી. કોંગ્રેસ આ બાબતે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. હું ખુલ્લી ચેલેન્જ આપુ છું કે, જો મેં પાટીદાર સમાજને કોંગ્રેસના પીઠ્ઠુ કહ્યા હોય તો ઓડિયો, વીડિયો જેવા પુરાવા રજૂ કરે.'

    મહાપંચાયતમાં હાર્દિકે ધાનાણી પર સાધ્યું નિશાન
    મહત્વનું છે કે થોડા દિવસો પહેલા હાર્દિક દ્વારા યોજવામા આવેલી મહાપંચાયતમાં હાર્દિકે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે પરેશ ધાનાણીએ અહીં મંચ પર આવવું જોઇએ. હાર્દિક પટેલે કહ્યું કે સમાજની વાત કરશે એને માન મળશે નહી તો એમના ઝભ્ભા પણ ફાટશે. તે બીજી તરફ અલ્પેશ કથીરિયાએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાય તેવી માગ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો સમક્ષ કરી હતી.

    અલ્પેશ કથીરિયા ની કોંગ્રેસના ધારાસભ્યો સમક્ષ માંગણી
    1. આવનારા દિવસમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પાટીદાર આંદોલન મામલે વિધાનસભા નું વિશેષ સત્ર બોલવાની માંગ કરે
    2. જો સરકાર ન માને તો નોર્મલ સત્રમાં કોઈ એક દિવસ ફક્ત પાટીદાર આંદોલન સંબંધી પ્રશ્નો જ પૂછવાના.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Bhajap, Latter, Paresh dhanani, કોંગ્રેસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन