Home /News /gujarat /પરેશ ધાનાણીએ હાર સ્વીકારી, ભાજપની જીત પર EVMમાં ગડબડીનો કર્યો ફરી આક્ષેપ

પરેશ ધાનાણીએ હાર સ્વીકારી, ભાજપની જીત પર EVMમાં ગડબડીનો કર્યો ફરી આક્ષેપ

પરેશ ધાનાણી

સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે

જસદણ પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. તમામ 19 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને 90268 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને 70283 મત મળ્યા હતા. એટલે કે ભાજપના કુંવરજીની 19985 મતથી જીત થઇ છે. ત્યારબાદ એકબાજુ ભાજપ જીતનું જશ્ન મનાવી રહી છે, ત્યારે કોંગ્રેસ હાર કબુલ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહી છે.

કોંગ્રેસના પરેશ ધાનાણીએ જસદણ ચૂંટણીના પરિણામ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હાર સ્વીકાર કરી છે. આ સમયે પરેશ ધાનાણીએ કહ્યું કે, જનતાએ જે જનાદેશ આપ્યો છે, તેનો સ્વીકાર કરૂ છું. કુંવરજીભાઈ અને સરકારને જીત બદલ અભિનંદન આપુ છું.

તેમણે હારની સ્વીકાર કરી આક્ષેપ કર્યો કે, ભાજપે જસદણમાં સરકારી મશીનરીના દુરઉપયોગ કરી જીત મેળવી છે. જસદણમાં લોકોની સમસ્યા અને ખેડૂતો ખરાબ હાલતમાં છે. યુવાનો બેરોજગાર છે એમની મજબૂરીઓનો રાજકીય લાભ લેવામાં સરકાર સફળ રહી છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે, કમનસીબે સત્તામાં બેઠેલા લોકોએ સામ, દામ, દેડ, ભેદનો ઉપયોગ કરી જીત મેળવી છે. EVMએ માનવસર્જિત મશીન છે, અને એમાં બધુ જ શક્ય છે. વિકાસશીલ દેશોએ EVM પર પ્રતિબંધ લગાયો છે, બેલેટ પેપરથી મતદાન કરાવાય છે.

તેમણે કહ્યું કે, જસદણની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખૂબજ મહેનત કરી. સામાન્ય ઘરમાં જન્મેલા કોંગ્રેસના પ્રતિનીધીઓએ સરકારને હલાવી નાખી. સામે પક્ષે ચૂંટણીના અંતિમ દિવસોમાં રૂપિયાના કોથળાઓ ખૂલ્લા મૂકી દીધા હતા. જસદણના આજના પરિણામે બતાવ્યુ કે, અભિમાનની સરકાર સામે સ્વાભિમાનનો પરાજય થયો છે. અમે પરાજયનો સ્વિકાર કરીએ છીએ. આ ચૂંટણીમાં સાથ આપનાર તમામનો આભાર.

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, અમારા પ્રતિનીધી એક જ વિસ્તાર અને એકજ સમાજનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા એટલેજ તે અમારો ચહેરો હતા. હાલમાં જ કોંગ્રેસ કેટલાક રાજ્યોમાં જીત સાબિત કરી છે, તેમણે કમળને જાકારો આપ્યો છે. જસદણ વાસીઓએ સત્તાના પ્રતિનીધિઓનો સાથ આપ્યો છે. છેલ્લા કેટલા વ્રષોથી કુવરજીભાઈ કોંગ્રેસનુ પ્રભુત્વ કરતા હતા,પરંતુ કેબિનેટ મંત્રી બનવા માટે પક્ષ પલ્ટો કર્યો. સામ,દામ.દંડ,ભેદથી ભાજપ સફળ થઈ. કોંગ્રેસ પક્ષ સામાન્ય માણસોની વેદનાને દૂક કરવા મેદાને ઉતર્યા હતા. ભાજપે પોતાના તમામ નેતાઓને મેદાને ઉતાર્યા છે. 70 હજાર મત લેવામાં અમારા પ્રતિનીધી સફળ રહ્યા છે, પરંતુ પરિણામમાં જીત મહત્વની હોય છે.. લોકાશાહીમાં સફળતા અને નિષ્ફળતા એક પાસુ હોય છે, પાંચ રાજ્યોમાં ભાજપની રીતિને નાકાર્ય છે. સરકારના અહંકારી નેતાઓ બીજા પર દોષારાપણ કરવાની જગ્યાએ એ યાદ રાખવું જોઈએ અહંકાર રાજા રાવણનો પણ ટક્યો ન હતો.
First published:

Tags: Accept, Defeat, Jasdan by-election, Paresh dhanani, કોંગ્રેસ, ભાજપ