Home /News /gujarat /અમદાવાદીઓ હજી પાણીપુરીના છે ચટાકાં? તો જુવો કેવામાં બનાવાય છે

અમદાવાદીઓ હજી પાણીપુરીના છે ચટાકાં? તો જુવો કેવામાં બનાવાય છે

પ્રતિકાત્મક તસવીર

છેલ્લાં થોડા દિવસોથી આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ અને તેને બનાવવામાં આવતી જગ્યાઓ પર દરોડા પાડીને અખાદ્ય વસ્તુઓનો નાસ કરવામાં આવે છે. પહેલા વડોદરાથી શરૂ થઇને આખા રાજ્યમાં પાણીપુરાવાળાની આવી બની છે. ત્યારે આજે આપણે જોઇએ અમદાવાદના હાટકેશ્વ-ભાઇપુરામાં કઇ રીતે બનાવવામાં આવે છે પાણીપુરી.

શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીમાં ખદબદતાં પાણીપુરીની વાસ્તવિકતા ન્યૂઝ18 દર્શાવવા જઇ રહ્યું છે. અમારો હેતુ આપને સજાગ કરવાનો છે, કારણ કે તમારા સ્વાદ સાથે કોઈ ચેડાં કરી રહ્યું છે.

સડેલા બટાકા-ચણા સાથે બાફવામાં આવે છે.


અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બનતી પાણીપુરીની રિયાલિટી ચેક કરી હતી. અમારી ટીમ ત્યાં પહોંચી ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો તેની પહેલા આપણે વાત કરીશું. તે વિસ્તારમાં કચરાના ઠગલેઠગલા હતાં. માખીઓ બળબળતી હતી. કાદવ અને કચરો જેમતેમ જોવા મળતો હતો.

આવા વિસ્તારમાં બનાવવામાં આવે છે પાણીપુરી


હવે અમારી ટીમ પહોંચી જ્યાં પાણીપુરીનો મસાલો એટલે કે બટાકા અને ચણા બફાતા હતાં. જ્યાં પાણીપુરના મસાલા માટે બટાટા બાફવા વપરાતા સ્ટીલના તપેલામાં કાટ લાગેલો જોવા મળ્યો. જે બટાકા ભાઇએ બાફવા મુક્યાં હતાં તેમાં અનેક સડેલા હતાં. તેની સાથે જ ચણા પણ બફાતા હતાં. આ તપેલામાં ઘણાં જીવજંતુઓ પણ તરતા દેખાતા હતાં. હજુ આ મામલે આરોગ્ય વિભાગે કોઈ પગલા લીધા નથી.
First published:

Tags: Panipuri, Vadodara, અમદાવાદ, ગુજરાત

विज्ञापन