પંચમહાલમાં શૌચાલય કૌભાંડ, સરકારી ચોપડા વિરુદ્ધ છે વાસ્તવિકતા

News18 Gujarati
Updated: March 10, 2018, 4:48 PM IST
પંચમહાલમાં શૌચાલય કૌભાંડ, સરકારી ચોપડા વિરુદ્ધ છે વાસ્તવિકતા
Demo Pic

સરકારી યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓને લાભ મળ્યો જ નથી...

  • Share this:
સરકારી યોજનાઓ થકી લાભાર્થીઓને અનેક લાભ મળ્યા હોવાની જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કઇક અલગ હોય છે. આવી જ એક સરકારી યોજનામાં મોટા ભ્રષ્ટાચારની આશંકાઓ ઊભી થઇ છે.

જો કે છત વગરનું શૌચાલય. દરવાજા વગરનું શૌચાલય, અને અધુરી કામગીરી વાળા આ શૌચાલય વિશે જાણીને તમને નવાઇ લાગશે કે, શૌચાલય બનાવવા અગ્રેસર એવા આ પંચમહાલ જિલ્લાના જ શૌચાલય છે. જીલ્લામાં સરકારી આંકડા મુજબ કુલ ૧.૮૬ લાખ શૌચાલયો બનાવી દેવામાં આવ્યા છે. જો કે વાસ્તવિક પરિસ્થિતિ જોતા સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે, જિલ્લામાં શૌચાલયનું ટાર્ગેટ કેવી રીતે પુરુ કરવામાં આવ્યુ છે. એટલુ જ નહીં કેટલાક સ્થળે તો શૌચાલય બન્યા પણ ન હોવા છતા સરકારી ચોપડે શૌચાલય બન્યાનું બતાવાયુ છે.

જિલ્લામાં કેટલાક શૌચાલય તો એવા છે કે જેના પાયા કર્યા વગર જ જમીન લેવલથી ચણતર કરી દેવાયુ હોય. શૌચાલયના દરવાજા પણ તકલાદી, અને દરવાજો શૌચાલય પરથી વારંવાર પડી જવાની જોખમી ઘટનાઓ પણ અનેક વાર બની છે. માત્ર ઇંટો મૂકી દઇને શોષ ખાડો દર્શાવી દેવાયો છે. જો કે જિલ્લા અધિકારીને આ અંગે જાણ કરતા હજુ પણ શૌચાલયની કામગીરી પૂર્ણ થયાનો જ રાગ આલાપવામાં આવી રહ્યો છે.

સરકારી યોજનાઓ થકી ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓને લાભ મળ્યો જ નથી, ત્યારે આ યોજનાઓમાં મસમોટુ કૌભાંડ થયુ હોવાની બુમો ઉઠી રહી છે.

સ્ટોરી - હર્ષદ મેહરા
First published: March 10, 2018, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading