પંચમહાલ : પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણી (morva hadaf by election result) માટેનું મતદાન (voting) 17મી એપ્રિલના રોજ થયું હતું. આજે તેની મતગણતરી (Election result) સરકારી વિનિયન કોલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે. પહેલા બેલેટ પેપર અને તે બાદ ઇવીએમની (EVM) મતગણતરી કરવામાં આવશે. ભાજપે (BJP) આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ (Congress) પક્ષે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા.
ભાજપની 45 હજારથી વધુ મત સાથે જીત
ભાજપનાં ઉમેદવાર નિમિષાબેન સુથાર 45,557 મતથી વિજયી બન્યા છે. ભાજપનાં ઉમેદવારને કુલ 67101 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કટારાને 21,669 મત મળ્યા છે. નોંધનીય છે કે, હાર સ્વીકારીને કૉંગ્રેસનાં ઉમેદવારે જણાવ્યું કે, જનતાએ જે જનાદેશ આપ્યો તે સ્વીકાર છે. ભાજપ સત્તામાં હોઈ મસલ્સ પાવરનો ઉપયોગ કરી જીત મેળવી છે. કોરોના કાળમાં ચૂંટણી યોજવી અયોગ્ય હતું. હું ભાજપનાં ઉમેદવારને જીત બદલ અભિનંદપણ પાઠવું છું.
કૉંગ્રેસે સ્વીકારી હાર
મોરવા હડફમાં ભાજપનાં ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યાં હતાં. જેથી કૉંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. કૉંગ્રેસનાં ઉમેદવાર સુરેશભાઇ કટારા મતદાન મથક છોડીને રવાના થયા છે.
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ બેઠક આદિવાસી માટે અનામત છે. જોકે, બાદમાં વિજેતા ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી પ્રમાણપત્ર ખોટું હોવાનું ધ્યાન આવતા તેમને ધારાસભ્ય તરીકે ગેરકાયક ઠેરવવામાં આવ્યા હતા. આ અંગેનો ભૂપેન્દ્ર ખાંટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલતો હોવાથી આ બેઠક પર હજુ સુધી પેટા-ચૂંટણી યોજાઈ ન હતી. જોકે, બીમારીને પગલે ભૂપેન્દ્ર ખાંટનું અવસાન થતાં આ બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.
નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો
નિમિષાબેન સુથારે ઇલેટ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. તેઓ આદિવાસી છે અને તેમના સાસરી પક્ષે બક્ષીપંચના હોવાના લીધે આદિવાસી અને બક્ષીપંચ બન્ને સમાજના વોટ મળી શકે છે. હાલ દેશ અને ગુજરાત રાજ્યમાં ભાજપનું શાસન છે તેમજ થોડા સમય પહેલા જ યોજાયેલી સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લેહરાયો છે એની પણ અસર મતદારો પર પડી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સુરેશભાઇ ખેતીકામ સાથે જોડાયેલા છે
સુરેશભાઈ છગનભાઇ કટારા કોંગ્રેસના વર્ષોથી કોંગ્રેસના પાયાના કાર્યકર્તા છે. બીજી તરફ કૉંગ્રેસના પસંદ કરાયેલા સુરેશભાઈ છગનભાઇ કટારા કૉંગ્રેસના વર્ષોથી પાયાના કાર્યકર્તા રહ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર સુરેશ કટારા છેલ્લાં 25 વર્ષથી પક્ષના સક્રિય સભ્ય છે અને 10 વર્ષ સુધી મોરવા હડફ તાલુકાની સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેઓ વ્યવસાયે ખેતી કામ સાથે સંકળાયેલા છે. સુરેશ ભાઈએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ છે, તેમના પત્ની અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્ય પણ રહી ચૂક્યા છે. એવી જ રીતે તેઓના પિતા પણ ત્રણ ટર્મ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે.