પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્ન

પંચમહાલ: માંડવામાં ચાલતી હતી લગ્નની વિધિ, અચાનક તંત્ર ત્રાટકતા અટકાવાયા બે બાળ લગ્ન
સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. 

સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. 

 • Share this:
  રાજેશ જોષી,પંચમહાલ : સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગે બે બાળ લગ્ન અટકાવ્યા છે. ઘોઘમ્બાના બોર ગામે સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા સગીર વરરાજા સાથેની જાન પરત ફરી હતી. ટીમે મોયરામાં લગ્નની  વિધિ અટકાવી અને મંડપ ખોલાવ્યા હતા.

  પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બે બાળ લગ્નો થતા અટકાવ્યા છે. સમાજ સુરક્ષા અધિકારી જીગ્નેશ  લખારાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે  કાલોલ તાલુકાના ચલાલી મુકામે યોજાઈ રહેલા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ પોલીસને સાથે રાખીને ટીમ ચલાલી ખાતે  પહોંચી ગઈ હતી.

  દરમિયાન ટીમે પૃચ્છા કરતાં  વરરાજાની ઉંમર ૧૭ વર્ષ  હોવાનું જણાયુ હતું. એવી જ રીતે ઘોઘમ્બા તાલુકાના બોર ગામે યોજાઈ રહેલા  લગ્ન પણ બાળ લગ્ન હોવા અંગેની જાણ સમાજ સુરક્ષા વિભાગને થઈ હતી. જે આધારે  સમાજ સુરક્ષા ટીમે ત્યાં જઈને  તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે ૧૬ અને ૧૭ વર્ષ હોવાનું જણાયું હતું.

  ગુજરાતીઓ થઇ જાવ તૈયાર : માવઠા બાદ હવે ત્રણ દિવસ કડકડતી ઠંડીની આગાહી

  ભાવનગરના યુવાનની 1100 કરોડના ક્રિપ્ટો કૌભાંડમાં ધરપકડ, આ રીતે થયો પર્દાફાશ

  જેથી સમાજ સુરક્ષા વિભાગ ટીમે લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી.  ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ  તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.  આ સાથે સાથે બંને પક્ષોએ વર ૨૧ વર્ષનો થાય અને કન્યા ૧૮ વર્ષના થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું  હતુ.આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને  તંત્રના પ્રયાસોથી બે બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ અલ્પ શિક્ષણના અભાવે બાળ લગ્ન થઈ રહ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:December 14, 2020, 08:29 am

  ટૉપ ન્યૂઝ