પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે

પંચમહાલમાં ઉગતું આ ફળ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં છે લાભદાયી, પથરાળ જમીનમાં પણ થાય છે
પથરાળ જમીન અને ઓછી સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર.ઓછી મહેનત અને ઓછા ખર્ચે થઇ શકે છે આ ફળની ખેતી.

પથરાળ જમીન અને ઓછી સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર.ઓછી મહેનત અને ઓછા ખર્ચે થઇ શકે છે આ ફળની ખેતી.

 • Share this:

  રાજેશ જોષી, ગોધરા: ઓછી સિંચાઈ સુવિધા અને પથરાળ જમીન ધરાવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. પંચમહાલ જીલ્લા બાગાયત કેન્દ્રમાં બિલીની વધુ એક પ્રજાતિનું થાર સૃષ્ટિનું સંશોધન કરવામાં આવ્યું છે. અહીં થાર સૃષ્ટિ અગાઉ  ગોમાયશી, થાર દિવ્ય અને થાર નિલકંઠ મળી ત્રણ પ્રજાતિનું સંશોધન થઈ ચૂક્યું છે. સંશોધન કર્તા વૈજ્ઞાનિક ડૉ.એ.કે.સિંહના મતે આ નવી પ્રજાતિ પથરાળ જમીન અને ઓછી સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતો માટે એકદમ અનુકૂળ ખેતીનો એક ભાગ છે.  ખેડૂતો માટે વિકસાવવામાં આવી છે આ ખાસ પ્રજાતિ

  પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે કેન્દ્રીય બાગાયત પરીક્ષણ કેન્દ્ર આવેલું છે. જેમાં ખેડૂતોને ફાયદાકારક થાય એવી અનેક પ્રજાતિ વિકસાવવામાં આવી રહી છે. જેમાં પણ બિલીની પ્રજાતિ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારત વર્ષમાં 213 પ્રકાર જનન દ્રવ્યો ધરાવતા બિલી ઉપર સતત મૂલ્યાંકન કરી વૈજ્ઞાનિક ડૉ.એ.કે.સિંહ અને ટીમ દ્વારા ત્રણ નવી પ્રજાતિ વિકસાવી હતી.જેમાં સફળતા મળ્યા બાદ હવે, ખેડૂતોની જમીન અને સિંચાઈ સુવિધાને ધ્યાનમાં રાખી ડૉ. એ.કે.સિંહ દ્વારા તાજેતરમાં વધુ એક પ્રજાતિની શોધ કરવામાં આવી છે. પથરાળ જમીન અને ઓછી સિંચાઈ સુવિધા ધરાવતા વિસ્તારના ખેડૂતો માટે વિકસાવવામાં આવેલી  થાર સૃષ્ટિ  પ્રજાતિ ખૂબ જ ઔષધીય ગુણો  ધરાવે છે.  જટીલ રોગોની સારવાર માટે અસરકારક

  આ બિલ્વ ફળના સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ ફાયદો થાય છે અને કેટલાક જટિલ રોગોના અસરકારક ઈલાજ માટે રામબાણ સાબિત થાય છે.વળી આ ફળનો ભાવ પણ એકદમ સસ્તો છે જે વેજલપુર બાગાયત કેન્દ્ર ખાતે મળી રહે છે. બિલ્વ ફળ અને બિલ્વ પત્રનો ઉપયોગ ધાર્મિક વિધિમાં પણ કરવામાં આવે છે.  કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી

  ડૉ. એ.કે.સિંહના જણાવ્યા મુજબ, હાલ ચાલી રહેલા કોરોના મહામારી દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થાર સૃષ્ટિ બિલ્વ ફળનું સેવન એકદમ અસરકારક છે. ખેડૂતોને પણ ઓછા ખર્ચ અને માવજત વચ્ચે સારી આવક અને ઉપજ આપતી આ પ્રજાતિ છે. જેથી ખેડૂતોએ પણ બાગાયત કેન્દ્રની મુલાકાત લઈ જરૂરી જાણકારી બાદ પોતે ખેતી કરવી જોઈએ.

  થાર સૃષ્ટિ પ્રજાતિના બિલ્વ ફળમાંથી કાપીને તેનો ગર સીધો જ આરોગી શકાય છે. જેના માટે કોઈ પ્રોસેસ પણ કરવી પડતી નથી. આ બિલ્વ ફળમાંથી મુરબ્બો, જામ, પાવડર, કેન્ડી અને આઈસ્ક્રીમ પણ બનાવી શકાય છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 03, 2021, 10:50 am

  ટૉપ ન્યૂઝ