પંચમહાલ: ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં (blast in Gujarat Fluorochemicals ltd) બ્લાસ્ટ થયો છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દૂર્ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યુ છે જ્યારે15 લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે. કંપનીના GPP 1 પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ છ એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમા તમામ ઘાયલોને હાલોલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ નજીકની સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે.
બ્લાસ્ટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો
આ બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કે, તેનો અવાજ કિલોમીટરો દૂર પણ સંભળાયો હતો. જેના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. આ બ્લાસ્ટ બાદ ઇમરન્સી લાગુ કરી દે તેવી પણ શક્યતાઓ દેખાઇ રહી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કંપનીમાં બે બોઇલર ફાટ્યાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આ દૂર્ઘટનાને કારણે અફરતફરીનો માહોલ છવાયો છે.
પંચમહાલની આ કંપની જીએફએલ ફ્રિઝ અને એસીના ગેસ બનાવતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી કરી રહી છે.
જીએફએલ કંપની
આ ઘટના અંગેની ચર્ચામાં ચર્ચાઇ રહ્યું છે કે, આ દૂર્ઘટનામાં મોટી જાનહાની થઇ છે. જોકે, આ અંગે હાલ કોઇ અધિકારીક માહિતી સામે આવી નથી.
#Exclusive પંચમહાલાના GFL કંપનીમાં વિસ્ફોટની ઘટના બની. ઘોંઘંબાના રણજીતનગર પાસે આવેલી કંપનીમાં બ્લાસ્ટનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો. pic.twitter.com/Hefj4YDoVk
આ આગ બૂઝવવા માટે વડોદરાથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે. કંપનીનો અંદરનો માહોલ અત્યંત ભયાનક છે, તેથી કેટલાક લોકો ફસાયા છે અને કેટલા લોકો બહાર નીકળ્યા છે તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. કામદારોની યાદી સાથે નામને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે.
ફાયર ઓફિસર પીએફ સોલંકીએ આગની દુર્ઘટના વિશે જણાવ્યું કે, જ્વલનશિલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી છે. અંદર કેટલાક કામદારો ફસાયા છે, જેમને બચાવવા માટે અમારી ટીમ કામ કરી રહી છે. હાલ આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર