Home /News /gujarat /

પાલડી ગેંગ રેપ કેસ : શંકાનો લાભ આપીને 18ને નિર્દોષ જાહેર કરાયા

પાલડી ગેંગ રેપ કેસ : શંકાનો લાભ આપીને 18ને નિર્દોષ જાહેર કરાયા

પ્રતિકાત્મક તસવીર

    અમદાવાદમાં 2016માં થયેલ ચર્ચિત પાલડી ગેંગ રેપ કેસમાં શંકાનો લાભ આપી સ્પે. પોક્સો કોર્ટે 18ને નિર્દોષ જાહેર કર્યા  છે. જ્યારે પીડિતાની માં ફરાર હોવાના કારણે તેનો નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે શહેરના પાલડી વિસ્તારમાં નવેમ્બર  2016માં સગીરા પર 8 વિદ્યાર્થિઓ સહિતના યુવકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પોલીસે સગીરાના માતા-પિતા સહિત 19 આરોપીઓને ઝડપી લઇ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારે કેસ ચાલ્યો તે દરમિયાન ભોગ બનનાર જ હોસ્ટાઇલ થઇ ગઇ હતી. બીજી તરફ બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતા સ્પે. પોક્સો કોર્ટ ચુકાદો આપ્યો.

    21મી નવેમ્બર 2016ના રોજ વાસણાના રહેતા એક દંપતીએ ફરિયાદ કરી હતી કે, તેમની દીકરી મહાલક્ષ્મી પાંચ રસ્તા ખાતેથી ગુમ છે. પોલીસે આ અંગે ખરાઈ કરવા પહેલા અરજી સ્વીકારીને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ કે, મૂળ પશ્ચિમ બંગાળના યુવકની પહેલી પત્ની પણ દેહવિક્રયના ધંધામાં હતી. તેની ઉમર થતા તેને છુટાછેડા આપીને તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે પહેલી પત્ની થકી થયેલી દીકરી પોતે રાખી લીધી હતી. દીકરી મોટી થતા આ દંપતી તેની પાસે દેહવિક્રય કરાવા લાગ્યા હતા. આવા ઘટસ્ફોટ બાદ તપાસ મહિલા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. મહિલા ક્રાઇમ બ્રાન્ચે 8 વિદ્યાર્થિઓ સહિત 19 આરોપીઓને તબક્કાવાર ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gujrat, Paldi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन