Home /News /gujarat /

પાલનપુરઃપરમિશન વિના પાટીદારોએ રેલી યોજી બતાવ્યો પાવર, રૂપાણી માટે મુક્યો પહેલો પડકાર!

પાલનપુરઃ એક તરફ ગુજરાતમાં હજુ નવા મુખ્ય પ્રધાનની શપથ વિધિ પૂર્ણ થઇ નથી તેવા સમયે આજે ફરીથી પાટીદાર રેલીનો દોર શરુ થવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઈબીસીની માન્યતા રદ થવાની સાથે જ આજે બનાસકાંઠા જિલ્લા એસપીજી ગ્રુપ દ્વારા પાલનપુરથી ઊંઝા બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જો કે વહીવટી તંત્રની કોઈ જ પરમિશન ન મળતા આજે પાટીદારો દ્વારા 5 થી 10 બાઈકના જૂથમાં પાલનપુરથી બાઈક રેલીની શરૂઆત થવા પામી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

plp patidar reli1

જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાના પગલે આજે આ રેલીમાં બેનર,માઈક તેમજ ડીજે ને હટાવી દઈ રેલીની શરૂઆત થઇ હતી. તેમજ સ્થાનિક પ્રમુખ દ્વારા આવનારા સમયમાં ગુજરાતમાં ફરીથી પાટીદાર અનામત આંદોલનની શરુ થવાની ચીમકી સહીત શ્રવણ સમાજના ટેકાની પણ વાત કરી હતી. જો કે ગુજરાતની શાંતિને અસર ન થાય તેમ કહેનારા સમાજ દ્વારા આજથી જ પરમિશન વિના રેલી યોજાઈ હતી.
First published:

Tags: અનામત માંગ, પડકાર, પાટીદાર, પાટીદાર આંદોલન

આગામી સમાચાર