ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને બેનકાબ કર્યું અને પડોશી દેશને બલૂચિસ્તાનની યાદ અપાવી, સાથોસાથ કાશ્મીર હડપવાના સપના જોવાનું બંધ કરી દેવાની પણ સ્પષ્ટ ચીમકી આપી હતી.
ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને બેનકાબ કર્યું અને પડોશી દેશને બલૂચિસ્તાનની યાદ અપાવી, સાથોસાથ કાશ્મીર હડપવાના સપના જોવાનું બંધ કરી દેવાની પણ સ્પષ્ટ ચીમકી આપી હતી.
સંયુક્ત રાષ્ટ્ર #ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને બેનકાબ કર્યું અને પડોશી દેશને બલૂચિસ્તાનની યાદ અપાવી, સાથોસાથ કાશ્મીર હડપવાના સપના જોવાનું બંધ કરી દેવાની પણ સ્પષ્ટ ચીમકી આપી હતી.
સુષમા સ્વરાજના આ નિવેદનને પગલે પાકિસ્તાન ભડકી ઉઠ્યું છે. પાકિસ્તાને સુષમાના ભાષણ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એમના આંતરિક મામલે બલૂચિસ્તાનને ઉઠાવવો આંતર રાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ નહીં પરંતુ આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય વિવાદ છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તરફથી મહાસભાના 71મા સત્રને સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીએ ટ્વિટ કર્યું કે, ભારતીય વિદેશ મંત્રીનું ભાષણ જુઠ અને નિરાધાર આરોપોથી ભરેલું છે. સૌથી મોટું જુઠ એ છે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. કાશ્મીર આંતર રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય વિવાદ છે. આ સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી જુનો મુદ્દો છે. સમગ્ર દુનિયા એને સ્વીકારે છે.
વધુ એક ટ્વિટ કરી મલીહાએ કહ્યું કે, પાકિસ્તાનના આંતરિક મુદ્દા બલુચિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ઉઠાવવો એ આંતર રાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, આ સચ્ચાઇ નથી કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીત માટે કોઇ શરત રાખી નથી. અહીં નોંધનિય છે કે, 26 સપ્ટેમ્બરે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોતાના ભાષણમાં એમણે કહ્યું કે, કેવી રીતે પાકિસ્તાન આંતકવાદને પ્રોત્સાહન આપે છે. બલૂચિસ્તાનમાં થઇ રહેલ દમનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર