Home /News /gujarat /

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ, 30થી વધુ લોકોના મોતની આશંકા

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ, 30થી વધુ લોકોના મોતની આશંકા

પાકિસ્તાનના દક્ષિણ પશ્વિમ સ્થિત અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ક્વેટામાં એક હોસ્પિટલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યાં છે અને 35 જેટલા ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. વિસ્ફોટ બાદ અહીં ગોળીબારી પણ થઇ.

પાકિસ્તાનના દક્ષિણ પશ્વિમ સ્થિત અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ક્વેટામાં એક હોસ્પિટલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યાં છે અને 35 જેટલા ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. વિસ્ફોટ બાદ અહીં ગોળીબારી પણ થઇ.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાકિસ્તાનના દક્ષિણ પશ્વિમ સ્થિત અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં ક્વેટામાં એક હોસ્પિટલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત નીપજ્યાં છે અને 35 જેટલા ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. વિસ્ફોટ બાદ અહીં ગોળીબારી પણ કરવામાં આવી હતી.

પ્રાંતની રાજધાનીમાં થયેલા આ હુમલામાં બલૂચિસ્તાન બાર એસોસિએશનના અધ્યક્ષ વકીલ બિલાલ અનવર કાસીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

પોલીસ અને બચાવ ટીમો જ્યારે વકીલ કાસીને હોસ્પિટલ લઇને આવ્યા ત્યાર અહીં પણ બોમ્બ વિસ્ફોટ થયો. કાસીની લાશને તત્કાલ વિભાગમાં લવાયો અને બધા વકીલો તથા પત્રકારો અહીં હાજર હતા એ સમયે જ અહીં વિસ્ફોટ થયો. નજરે જોનારા સાક્ષીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં મોટા ભાગના વકીલો છે.

જીયો ન્યૂઝે જણાવ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે અને 35 જેટલા ઘાયલ છે. તો અફઘાન આર્મીએ પોતાની ટ્વિટમાં કહ્યું કે, બ્લાસ્ટમાં 65 લોકોના મોત થયા છે.

પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ એક અજ્ઞાત વ્યક્તિએ ગોળીબારી પણ કરી હતી. વિસ્ફોટ બાદ ક્વેટાની તમામ હોસ્પિટલોમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

પોલીસ અધિકારીઓએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું કે, ક્વેટાના મેંગલ ચોક નજીક અજાણ્યા બંદૂકધારીઓએ વકીલ કાસીની કાર પર અંધાધૂંધ ગોળીબારી કરી હતી. પૂર્વ અધ્યક્ષને સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા જ્યાં એમનું મોત નીપજ્યું. પ્રાંતની રાજધાની આંતકવાદીઓના નિશાને છે. મે માસમાં બલૂચિસ્તાન વિશ્વ વિદ્યાલયના મુખ્ય પ્રવેશ દ્વારા પર થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા.
First published:

Tags: આતંકવાદી હુમલો, ગુજરાત, પાકિસ્તાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन