Home /News /gujarat /

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર કરાંચી નહીં જઇ શકે, પાકિસ્તાને વિઝા ન આપ્યા

બોલીવુડ અભિનેતા અનુપમ ખેર કરાંચી નહીં જઇ શકે, પાકિસ્તાને વિઝા ન આપ્યા

પાકિસ્તાનને જાણીતા એક્ટર અનુપમ ખેરને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. અનુપમને કરાંચી સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા જવાનું હતું. જોકે વિઝા ન મળતાં અનુપમ ખેરે કહ્યું કે, શું કાશ્મીરી પંડિતોના મુદ્દે અવાજ ઉઠાવતાં પાકિસ્તાને વિઝા આપવાનો ઇન્કાર કર્યો લાગે છે.

પાકિસ્તાનને જાણીતા એક્ટર અનુપમ ખેરને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. અનુપમને કરાંચી સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા જવાનું હતું. જોકે વિઝા ન મળતાં અનુપમ ખેરે કહ્યું કે, શું કાશ્મીરી પંડિતોના મુદ્દે અવાજ ઉઠાવતાં પાકિસ્તાને વિઝા આપવાનો ઇન્કાર કર્યો લાગે છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # પાકિસ્તાનને જાણીતા એક્ટર અનુપમ ખેરને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. અનુપમને કરાંચી સાહિત્ય મહોત્સવમાં ભાગ લેવા જવાનું હતું. જોકે વિઝા ન મળતાં અનુપમ ખેરે કહ્યું કે, શું કાશ્મીરી પંડિતોના મુદ્દે અવાજ ઉઠાવતાં પાકિસ્તાને વિઝા આપવાનો ઇન્કાર કર્યો લાગે છે.

કરાંચીમાં 5મી ફેબ્રુઆરીએ કરાંચીમાં સાહિત્ય મહોત્સવ યોજાવાનો છે. જેમાં ભારતના 18 લોકો પૈકી 17ને વિઝા આપવામાં આવ્યા છે જ્યારે એક માત્ર અનુપમ ખેરને વિઝા આપવામાં આવ્યા નથી. કહેવાઇ રહ્યું છે કે, પાકિસ્તાન અનુપમ ખેરથી નારાજ છે. જેને પગલે આ નિર્ણય લેવાયો છે. તો પાકિસ્તાન ઉચ્ચાયુક્ત સુત્રોનું કહેવું છે કે, અનુપમ ખેરે વિઝા માટે અરજી જ કરી નથી.

પાકિસ્તાન સરકાર તરફથી વિઝા ન મળતાં અભિનેતા અનુપમ ખેર 5મી ફેબ્રુઆરીથી શરૂ થનાર કરાંચી સાહિત્ય મહોત્સવમાં ભાગ નહીં લઇ શકે. ચાર દિવસીય સમારોહ માટે આયોજકોએ 18 ભારતીયોને આમંત્રિત કર્યા હતા. ખેર એમાંના એક હતા. ખેર એકમાત્ર એવા વ્યક્તિ છે જેમને વિઝા આપવામાં આવ્યા નથી. જ્યારે ભાગ લેનારા 17 વ્યક્તિઓને વિઝા મળ્યા છે.

તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત અનુપમ ખેર વિઝા ન મળવાથી નારાજ છે. તેમણે કહ્યું કે, આપણે એમના કલાકારોને ભારતમાં આવકાર આપીએ છીએ. જો ભારતમાં એક જગ્યાએ એમના કલાકારો માટે મુશ્કેલીઓ ઉભી થાય છે તો બીજી જગ્યાએ એમને ઉમળકાભેર આવકારવામાં આવે છે.

વિઝા ન મળતાં ખેરે કહ્યું કે, કાશ હું જાણી શકતો કે કેમ વિઝા નથી આપ્યા, પરંતુ હું વિચારી રહ્યો છું કે શું મારા કાશ્મીરી પંડિત હોવા અંગે કે એ મુદ્દે ચર્ચા કરવાને લઇને આમ થયું લાગે છે.
First published:

Tags: અનુપમ ખેર, અભિનેતા, અસહિષ્ણુતા, પાકિસ્તાન, બોલીવુડ, ભારત, વિઝા

આગામી સમાચાર