Home /News /gujarat /

સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પોતાના જ અધિકારીની કબૂલાતને ખોટી ઠેરવવા પાકના ધમપછાડા

સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પોતાના જ અધિકારીની કબૂલાતને ખોટી ઠેરવવા પાકના ધમપછાડા

સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પાક અધિકૃત કાશ્મીરના મીરપુરના પોલીસ અધિકારીની કબુલાતને પગલે પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મુકાયું છે. આ સ્થિતિમાં પાકિસ્તાન પોતાના જ અધિકારીની વાતને ખોટી ઠેરવવા ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો કે, ભારતની એક જાણીતી ન્યૂઝ ચેનલ(સીએનએન ન્યૂઝ18, આઇબીએન7)ને એક પાકિસ્તાની અધિકારીનો ખોટો ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો છે. આ અધિકારી ગુલામ અકબરે ઇન્ટરવ્યૂમાં સરહદ પાર આતંકી કેમ્પમાં ભારતના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનની કબૂલાત કરી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઇસ્લામાબાદ #સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે પાક અધિકૃત કાશ્મીરના મીરપુરના પોલીસ અધિકારીની કબુલાતને પગલે પાકિસ્તાન કફોડી સ્થિતિમાં મુકાયું છે. આ સ્થિતિમાં પાકિસ્તાન પોતાના જ અધિકારીની વાતને ખોટી ઠેરવવા ધમપછાડા કરી રહ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો કે, ભારતની એક જાણીતી ન્યૂઝ ચેનલ(સીએનએન ન્યૂઝ18, આઇબીએન7)ને એક પાકિસ્તાની અધિકારીનો ખોટો ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો છે. આ અધિકારી ગુલામ અકબરે ઇન્ટરવ્યૂમાં સરહદ પાર આતંકી કેમ્પમાં ભારતના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનની કબૂલાત કરી હતી.

અહીં નોંધનિય છે કે, આઇબીએન7ના પત્રકાર મનોજ ગુપ્તાએ પંજાબના આઇજીની ઓળખ આપી મીરપુરના એસપી ગુલામ અકબરને ફોન કર્યો હતો. આ વાતચીતમાં ગુલામે કબુલ્યું હતું કે, પીઓકેમાં ભારતીય સેનાએ હુમલો કર્યો હતો જેમાં પાક આર્મીના જવાનો પણ માર્યા ગયા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે, સીએનએન ન્યૂઝ18 ચેનલે પાક અધિકૃત કાશ્મીરના પોલીસ અધિકારી ગુલામ અકબરનો ખોટો ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો છે. જેમાં અધિકારીએ ભારતના સર્જિકલ સ્ટ્રાઇકની કબુલાત કરી હતી.

મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું કે, પત્રકારે પોતાની ઓળખ પંજાબ પોલીસના મહાનિર્દેશક તરીકે આપી હતી. મંત્રાલયે વધુમાં કહ્યું કે, અકબરે ફોન પર આવી કોઇ વાત કરી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે અને ભારતીય ટીવી ચેનલના રેકોર્ડિંગમાં એમનો અવાજ નથી.
First published:

Tags: આઇબીએન7, પાકિસ્તાન, ભારત, સર્જિકલ સ્ટ્રાઇક

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन