Home /News /gujarat /પઠાણકોટ તપાસ કરશે પાક ટીમ, આપ અને કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
પઠાણકોટ તપાસ કરશે પાક ટીમ, આપ અને કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ
#પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાની ટીમ દિલ્હી આવી પહોંચી છે અને પઠાણકોટમાં તપાસ કરશે. પાકિસ્તાન જેઆઇટીની ટીમ દિલ્હીથી રવાના થઇ છે.તો બીજી તરફ પાક તપાસ ટીમનો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે.

નવી દિલ્હી #પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાની ટીમ દિલ્હી આવી પહોંચી છે અને પઠાણકોટમાં તપાસ કરશે. પાકિસ્તાન જેઆઇટીની ટીમ દિલ્હીથી રવાના થઇ છે.તો બીજી તરફ પાક તપાસ ટીમનો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે.
આ અગાઉ ગઇ કાલે જેઆઇટી અને એનઆઇએની ટીમ વચ્ચે બેઠક થઇ હતી. જેમાં એનઆઇએએ પાકિસ્તાન જેઆઇટી ટીમને પઠાણકોટ હુમલા સાથે જોડાયેલા પુરાવા બતાવ્યા હતા.
અહીં નોંધનિય છે કે ભારતે પાકિસ્તાનને આતંકી હુમલા અંગેના ઘણા પુરાવા આપ્યા છે અને જાણકારી માંગી હતી. પરંતુ 3 સપ્તાહ થયા બાદ પણ પાકિસ્તાન તરફથી કોઇ જવાબ મળ્યો ન હતો. તો બીજી તરફ રક્ષા મંત્રી મનોહર પારિકરે કહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમને પઠાણકોટ એરબેસમાં જવાની મંજૂરી આપવામાં નહીં આવે. એવામાં એનઆઇએને નક્કી કરવાનું છે કે પાક ટીમને ક્યાં સુધી તપાસ માટે સહયોગ કરવો અને અંદર લઇ જવી.