મનોજ પનારાએ જણાવ્યું કે સરકાર પાસે 24 કલાકનો સમય છે, 24 કલાક દરમિયાન સરકારે અમારી સાથે વાત શરૂ કરે, જો આવું નહીં કરે તો 24 કલાક બાદ હાર્દિક જળત્યાગ કરશે.
મનોજ પનારાએ જણાવ્યું કે સરકાર પાસે 24 કલાકનો સમય છે, 24 કલાક દરમિયાન સરકારે અમારી સાથે વાત શરૂ કરે, જો આવું નહીં કરે તો 24 કલાક બાદ હાર્દિક જળત્યાગ કરશે.
હર્દિક પટેલનું ઉપવાસ આંદોલનના 12માં દિવસે પણ યતાવત છે. ત્યારે બુધવારે સાંજે પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો 24 કલાકમાં કોઇ નિવારણ નહીં આવે તો હાર્દિક જળત્યાગ કરશે.
શું કહ્યું મનોજ પનારાએ ?
પાસના કન્વીનર મનોજ પનારાએ અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે હાર્દિક છેલ્લા 12 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, પરંતુ સરકારે ધ્યાનમાં લીધું નથી. દેશભરમાંથી નેતાઓ હાર્દિકની મુલાકાતે આવી રહ્યાં છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આંદોલન તોડવા માટે સરકારના કેટલાક સમર્થકો મેદાને ઉતર્યા છે. અને સરકારે સૌરભ પટેલ થકી ધમકી આપી છે. પરંતુ અમે પીછેહટ કરવાના નથી.
24 કલાકનું અલ્ટીમેટમ
મનોજ પનારાએ જણાવ્યું કે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરતી નથી, આથી સરકાર પાસે 24 કલાકનો સમય છે, 24 કલાક દરમિયાન સરકારે અમારી સાથે વાત શરૂ કરે, જો આવું નહીં કરે તો 24 કલાક બાદ હાર્દિક જળત્યાગ કરશે, જળત્યાગ બાદ હાર્દિક પટેલને કાઇ થશે તો તેના માટે જવાબદાર માત્રને માત્ર સરકાર જ રહેશે.