Home /News /gujarat /

PAASના કન્વીનરો સાથે જેડીયુના નેતા શરદ યાદવે કરી મુલાકાત

અમદાવાદઃ ઉનામાં દલિત યુવકો પર અત્યાચાર મુદ્દે જેડીયુના નેતા શરદ યાદવ આજે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છે. ત્યારે ગુજરાત આવી પહોંચેલા શરદ યાદવની પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ચિરાગ પટેલ અને કેતન પટેલે મુલાકાત લીધી હતી.

  • Pradesh18
  • Last Updated :

અમદાવાદઃ ઉનામાં દલિત યુવકો પર અત્યાચાર મુદ્દે જેડીયુના નેતા શરદ યાદવ આજે પીડિત પરિવારની મુલાકાતે આવ્યા છે. ત્યારે ગુજરાત આવી પહોંચેલા શરદ યાદવની પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ચિરાગ પટેલ અને કેતન પટેલે મુલાકાત લીધી હતી.

અમદાવાદની તાજ હોટલ ખાતે બંને પાસ કન્વીનરોએ શરદ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ અંગે બંનેને પૂછતાં તેમણે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. જોકે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેને લઈને ચર્ચા થઈ હોય તેવી અટકળો તેજ બની છે.

એવી પણ અટકળો છે કે પાસ કન્વીનરો અને શરદ યાદવની ચુંટણીને લઈને આગામી રણનીતિ વિશે પણ ચર્ચા થઈ હોઇ શકે છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલને લઇને પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. જોકે તેમની વચ્ચે શું વાત થઈ તે અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી.

First published:

Tags: અનામત આંદોલન, અમદાવાદ, જેડીયુ, પાટીદાર આંદોલન, પાસ, શરદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन