Home /News /gujarat /

કોંગ્રેસ ધ્રાંગધ્રા-હળવદ બેઠક પરથી PAASનાં ગીતા પટેલેને ચૂંટણી લડાવી શકે છે

કોંગ્રેસ ધ્રાંગધ્રા-હળવદ બેઠક પરથી PAASનાં ગીતા પટેલેને ચૂંટણી લડાવી શકે છે

પાસના કન્વીનર ગીતા પટેલ અને મનોજ પનારા આજે અમિત ચાવડાને મળવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં હતાં.

હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેર્યા પછી તેણે પણ ગીતા પટેલ માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી હતી.

  પ્રણવ પટેલ, અમદાવાદ: લોકસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ એક એક બેઠક પર રાજકારણ ગરમાયું છે. ઘણાં નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં તો કેટલાક ભાજપમાંથી કોંગ્રેસમાં જઇ રહ્યાં છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે પાસ કન્વીનર ગીતા પટેલે પણ કોંગ્રેસમાંથી ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા પરથી ચૂંટણી લડવાની માંગ કરી છે. જે માટે પાસના કન્વીનર ગીતા પટેલ અને મનોજ પનારા આજે અમિત ચાવડાને મળવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યાં હતાં.

  મહત્વનું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસનો ખેસ પહેર્યા પછી તેણે પણ ગીતા પટેલ માટે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી હતી. હાર્દિકે તે સમયે વધુમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં કોઇ રાજનીતિ કરવા નથી આવ્યો. મારી તેમની સાખે કોઇ ડીલ નથી થઇ. પરંતુ હાર્દિક પટેલે ધ્રાંગધ્રા બેઠક પર પેટાચૂંટણી લડાવવા કોંગ્રેસ સમક્ષ દબાણની રાજનીતિ કરીને માંગ કરી છે. જેના કારણે ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ મુંઝવણમાં મુકાયા છે. પરસોતમ સાબરીયાએ આ બેઠક પરથી રાજીનામું આપતા બેઠકની પેટાચૂંટણી યોજાવવાની છે.

  આ પણ વાંચો: આંતરિક વિખવાદને લીધે કોંગ્રેસ છોડી, જિંદગીભર ભાજપમાં રહીશ : સાબરિયા

  ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તાજેતરમાં ભાજપમાં જોડાયા બાદ ધ્રાંગધ્રાની બેઠક ખાલી પડતાં ચુંટણીપંચ દ્વારા લોકસભાની ચુંટણીની સાથે સાથે ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાની પેટા ચુંટણી પણ જાહેર કરી છે. ત્યારે આ પેટા ચુંટણીમાં પોતાના ઉમેદવારને વિજય બનાવવા બંન્ને પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો જોવાનું એ રહ્યું કે હવે કોંગ્રેસ અને ભાજપ અહીંયા પાટીદારોનાં હાથ પકડે છે કે કંઇ બીજી જ રમત રમશે?
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: By poll, Dhrangadhra, Geeta Patel, Halvad, Lok sabha election 2019, Loksabha election, Paas, કોંગ્રેસ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર