હાર્દિક પટેલના ઉપવાસ આંગોલન હવે આક્રમક મૂડમાં આવી રહ્યું છે. પાટીદાર આંદોલન સમિતિ દ્વારા અમદાવાદ ઝોન 1 DCP જયપાલ સિંહ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં જયપાલસિંહ વિરુદ્ધ ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાર્દિકે ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારથી પાસના લોકો પોલીસ પર વિવિધ આરોપ લગાવી રહ્યાં છે.
હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. તો બીજી બાજુ સરકારની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે, આવા સમયે પોલીસ કોઇપણ રિસ્ક લેવા તૈયાર નથી. જેના કારણે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો તે દિવસથી ઉપવાસ છાવણી બહાર ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. પરંતુ ઉપવાસ છાવણી બહાર બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ પણ ચર્ચામાં આવી રહ્યાં છે. ઉપવાસ છાવણી બહાર બંદોબસ્ત સંભાળી રહેલા ઝોન 1 ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ જ PAASએ ફરિયાદ દાખલ કરી છે. પાસનો આરોપ છે કે બંદોબસ્ત સંભાળી રહેલા ડીસીપી જયપાલસિંહ રાઠોડ પાસ સમિતિ સાથે ગેરવર્તણૂક કરી રહ્યાં છે.
પાસ દ્વારા ડીસીપી જયપાલસિંહ રાઠોડ વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહવિભાગને પણ પત્ર લખવામાં આવ્યો હતો. સાથે જ માનવ અધિકાર મંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં પોલીસની દાદાગીરી અને ગેરવર્તણૂકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
अहमदाबाद का DCP राठौड़ मुझे कहता है मार दूँगा,अब ज़िंदा रखने का और मारने का काम भी यमराज जी ने राठौड़ जैसे पुलिस अधिकारी को दे रखा है क्या ?? उपवास आंदोलन का कवरेज कर रहे मीडिया कर्मी पर भी पुलिस ने बलप्रयोग किया और उनके केमेरे तोड़ने के प्रयास हुए।मीडिया के साथ जो हुआ वो ग़लत है
ગઈકાલે તેને SGVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના નિવાસસ્થિત ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણીમાં પહોંચ્યો હતો. તે દરમિયાન ડીસીપી રાઠોડે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું મીડિયાને જણાવ્યું હતું.