અમદાવાદના એસજી હાઇવે પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાંથી રજા લઇને પાસ કન્વીનર હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠા છે. આજે રવિવારે તેમના ઉપવાસનો 16મો દિવસ છે. ત્યારે રવિવારે પોલીસ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી અને દાદાગીરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ મીડિયા સાથે વાત કરી હતી. લોકશાહીના ચોથા સ્થંભ મીડિયાને પણ સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રવૃત્તી સરકારના ઇશારે ગુજરાત પોલીસ કરતી હોવાનું જણાવ્યું હતું.
પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે "આજે 16માં દિવસે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાન આવી ગયા છે. અહીં તેમના ઉપવાસ ચાલું છે. જે પ્રકારે હાર્દિક પટેલની તબિયત લથડી હતી અને તેમને સોલા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારબાદ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ગુજરાતની અંદર મર્ડર કરવું, બળાત્કાર કરવો, લૂંટ કરવી, ડકેતી કરવી આને ગુનો માનવામાં આવતો નથી. આવી પ્રવૃત્તિ કરનારા લોકો ખુલ્લેઆમ ગુજરાતમાં ફરે છે. જમીમ માફિયાઓ, ખનન માફિયાઓ ખુલ્લેઆમ રાજનીતિના સથવારે ગુજરાતની જનતાને લૂંટી રહ્યા છે પરંતુ ગુજરાતની અંદર ઉપવાસ કરવા એ ગુનો માનવામાં આવે છે. અહિંસાના માર્ગે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય, અલ્પેશ કથીરિયા જેલમૂક્ત થાય, અને પાટીદાર સમાજને અનામત માગી રહ્યા છે. આ ત્રણ મુદ્દાને લઇને હાર્દિક પટેલ 16 -16 દિવસ સુધી ઉપવાસ પર છે."
પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, "આવા સમયે આ સરકાર જે પ્રકારે છેલ્લા એક કલાકથી આ ઘટના ક્રમ જોઇને લાગે છે કે ગુજરાતમાં આઝાદી નથી તાનાશાહી આવી ગઇ છે ગુજરાતમાં મીડિાને સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રવૃત્તી સરકારના ઇશારે ગુજરાત પોલીસ કરી રહી છે. જેના લાઇવ દ્રશ્યો ટીવી ચેનલમાં જોઇ રહ્યા છે. મીડિયાએ લોકશાહીનો ચોથો સ્થંભ છે તો સામાન્ય પ્રજાને શું થાય? આંદોલનકારીઓની, હાર્દિક પટેલની શું હાલત હશે એ માત્ર કલ્પના તો કરો. અમે છેલ્લા 16 દિવસથી કહી રહ્યાછીએ કે ગુજરાત સરકાર તમામ રીતે બંધારણનું ગળું દબાવી રહી છે. કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમા લઇને ગુજરાત સરકારના આધારે ગુજરાત પોલીસ અગ્રેજથી પણ ખરાબ વર્તન કરી રહી છે. જેલથી પણ બદતર હાલત ગુજરાત સરકાર પોલીસના માધ્યમથી કરી રહી છે."
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર