Home /News /gujarat /

મનોજ પનારાએ સી.કે. પટેલની માંગી માફી, પાસ અને પાટીદાર આગેવાનો વચ્ચેના વિવાદનો અંત

મનોજ પનારાએ સી.કે. પટેલની માંગી માફી, પાસ અને પાટીદાર આગેવાનો વચ્ચેના વિવાદનો અંત

પાસ અને પાટીદાર આગેવાનોની ઉમિયા કેમ્પસમાં મિટિંગ

મનોજ પનારાએ તાજેતરમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલને સરકારના દલાલ ગણાવતી ટિપ્પણી કરી હતી.

    હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

    પાસ કન્વીનર હાર્દિક પટેલ અત્યારે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તો બીજી તરફ પાસ અને વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે પટેલ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જોકે, આ વિવાદનો અંત આવ્યો છે. પાસના કન્વીનર મનોજ પનારાએ સી.કે. પટેલ સહિત પાટીદાર આગેવાનોની માફી માંગી હતી. જેના પગલે પાસ અને પાટીદાર આગેવાનો વચ્ચેના વિવાદનો અંત આવ્યો હતો. તો ખોડલધામના નરેશ પટેલે આવતી કાલે રવિવારે સરકાર સાથે બેઠક થવાની વાતને લઇને સ્પષ્ટતા કરી છે. નરેશ પટેલે સરકાર સાથે બેઠકની વાતને એક અફવા ગણાવી હતી.

    ઉલ્લેખનીય છેકે, મનોજ પનારાએ તાજેતરમાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનના સી.કે. પટેલને સરકારના દલાલ ગણાવતી ટિપ્પણી કરી હતી. જેના પગલે સી.કે. પટેલ સહિત આગેવાનોએ હાર્દિક પટેલના આંદોલનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. આમ પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે એક વિવાદ ઊભો થયો હતો. જોકે, પાસના મનોજ પનારાએ શનિવારે સાંજે સી.કે. પટેલ સહિતનાઆગેવાનોની માફી માગી હતી. જેના પગલે આ વિવાદનો અંત આવ્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એસજી હાઇવે પાસે આવેલા ઉમિયા કેમ્પસમાં પાસ અને પાટીદાર સંસ્થાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. પાટીદારની છ સંસ્થાઓના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં મનોજ પનારા સહિત પાસાના કન્વીનરો અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલ સહિત છ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. હાર્દિક પટેલની માંગણીઓને લઇને શું કરવું એ અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી.

    પાટીદાર અગ્રણીઓ સાથે મિટિંગ કર્યા બાદ સી. કે પટેલ


    મનોજે દિલગીરી વ્યક્ત કરતા અમારા વચ્ચે કંઇ રહેતું નથીઃ સી.કે. પટેલ

    પાસ અને પાટીદાર અગ્રણી સંસ્થાઓ વચ્ચેની બેઠખ બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, "આજે મનોજ પનારા અને પાસની ટીમ અને ચાર પાટીદાર અગ્રણી સસ્થાોના સભ્યો સાથે બેઠક થઇ હતી. અને મનોજ પનારાએ એક પુત્રના જેમ વાત કરી હતી અને તેણે ભૂતકાળની ટિપ્પણી અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. જે આ અંગે વહે કંઇ રહેતું નથી. અને રહી સરકાર સાથેની વાત તો અમે છ સંસ્થાઓના સભ્યો સરકારને મળ્યા હતા. અને તમામ માંગણીઓની વાત કરી હતી. હવે સરકાર અમને જવાબ આપશે અને અમને બોલાવશે ત્યારે અમે જઇશું. જોકે, તેમના તરફથી કોઇ જવાબ નહીં આવે તો ફરીથી અમે સંસ્થાઓ મળીશું અને સરકારને ફરી અપીલ કરશું. હાર્દિકની માંગણીઓ ઉપરાંતની વિશેષ 10 માગણીઓ અમે સરકાર સમક્ષ મુક્યું છે"

    પાટીદાર અગ્રણીઓ સાથે મિટિંગ કર્યા બાદ પાસ કન્વીનર મનોજ પનારા


    પાસ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેના મતભેદો વચ્ચે વાત થઇઃ મનોજ પનારા

    મનોજ પનારાએ જણાવ્યું હતું કે, "પાસ અને પાટીદાર વડિલો વચ્ચે બેઠક થઇ હતી. જેમાં આંદોલનકારી અને પાટીદાર અગ્રણીઓ વચ્ચેની મતભેદની જે ખાઇ હતી. તેને સંપૂર્ણ પણે પૂરવા માટે બેઠક થઇ હતી. આ ઉપરાંત પાટીદાર અગ્રણી અને પાસ વચ્ચે સંકલનના અભાવે અનેક પ્રશ્નો ઊભા થાય હતા. એ પ્રશ્નોની આજે વસ્તૃત પૂર્વક ચર્ચા વિચારણા કરી. અને ભવિષ્યમાં સમાજના અગ્રણીઓ અને આંદોલન કારીઓ સાથે મળીને કામ કરે એ માટે અમારા વાત થઇ છે. મારા અને સી.કે. પટેલ વચ્ચે થોડા દિવસથી ચાલતા મતભેદો અંગે પણ વાત થઇ હતી. "

    બીજી તરફ ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થવાના સમચાાર વહેતા થયા હતા. જેના પગલે નરેશ પટેલે સ્પષ્ટતા કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, "મારી સરકાર સાથે આવતીકાલે કોઇ બેઠક નથી. સરકાર સાથે બેઠક છે એવી અફવા છે. મારી સરકાર સાથે બેઠક હશે તો હું મીડિયા ને જાણ કરીશ."
    Published by:ankit patel
    First published:

    Tags: Manoj Panara, Meeting, અમદાવાદ, હાર્દિક પટેલ

    આગામી સમાચાર