Home /News /gujarat /

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના લગ્નની તારીખ થઇ જાહેર

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના લગ્નની તારીખ થઇ જાહેર

હાર્દિક પટેલના લગ્નની તારીખ સામે આવી છે

તેના લગ્ન સુરેન્દ્રનગરના દિગસરના દાણાવાડા ગામમાં સાદગીપૂર્ણ રીતે યોજાશે

    ન્યૂઝ18 ગુજરાતી: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ સામે આવી છે. હાર્દિક પટેલ આગામી 26 અને 27 જાન્યુઆરીએ કિંજલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે. જ્યારે તેના લગ્ન સુરેન્દ્રનગરના દિગસરના દાણાવાડા ગામમાં સાદગીપૂર્ણ રીતે યોજાશે.

    હાર્દિક પટેલનના લગ્ન સમાજના રીતરીવાજ પ્રમાણે થશે, ખાસ કરીને તેના લગ્નમાં નજીકના પરિવારજનોને જ આમંત્રિત કરવામાં આવશે.

    હાર્દિકના કિંજલ નામની યુવતી સાથે ફેરા ફરશે, જ્યારે લગ્ન સમારોહમાં હાર્દિકના પક્ષે લગભગ 50 જેટલા લોકો હાજર રહેશે. જ્યારે કન્યા પક્ષે પણ આટલાં જ લોકોની હાજરી હશે.

    લગ્ન અંગે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મને પણ વોટસએપથી આવા અહેવાલની જાણ થઇ છે. જોકે, પરિવારે જે નક્કી કર્યું હશે તે સ્વીકારવું પડશે.

    હાર્દિકના લગ્નને જોતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ઉત્સાહની સાથે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હાર્દિકના પિતા ભરતભાઇ પટેલ પણ પુત્રના લગ્નને લઇને ખૂબ ખુશ છે.

    આ પણ વાંચો: બહું પૈસા હોય તો જમીન ખરીદીને કરો લોકોનો વિકાસ: હાર્દિક પટેલ

    આ અંગે હાર્દિક પટેલના પિતા ભરત પટેલે જણાવ્યું કે, હાર્દિકના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ સાદગીથી થશે. અમારા પક્ષે 50-60 લોકો અને સામે પક્ષે પણ આટલા જ લોકોની હાજરીમાં લગ્ન થશે. જ્યારે તેમણે જણાવ્યું હતું કે, હાર્દિકના લગ્નને લઇને પરિવારમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે.

    ઉપરાંત હાર્દિકના પિતાએ ખુલાસો કર્યો હતો કે, આ લવ મેરેજ નથી. પરિવારની પસંદ અને વિધિ પ્રમાણે જ લગ્ન કાર્યક્રમ યોજાશે.

    ઉલ્લેખનીય છે કે, છેલ્લા લાંબા સમયથી પાટીદાર સમાજ અનામતની માગ કરી રહ્યું છે. સાથે જ હાર્દિક પટેલે અનામતની ચળવળ ઉગ્ર બનાવી હતી. જે બાદ 25 ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. આ સમગ્ર ઘટના બાદ હાર્દિક પટેલનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું. જે બાદ હાર્દિક પટેલ અને તેના સાથીઓ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો અને તેને જેલ પણ જવું પડ્યું હતું.  અનામતની માગ દરમિયાન અનેક ઉતારચડાવ બાદ હવે હાર્દિક પટેલે લગ્નગ્રંથિમાં બંધાવવાનું નક્કી કર્યું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Date, Marriage, PAAS Convener, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन