દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ સીધા જ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઇન હોટલ પર પહોંચ્યા હતા. આ સાથે જ અમદાવાદના અનેક રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના બેનરો (Banners) લગાવવામાં આવ્યા હતા.
અમદાવાદ: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માન આજે અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમમાં (Gandhi Ashram) નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સૂરતની આટી પહેરવીને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી હતી. આ ઉપરાંત હ્રદયકુંજની પણ મુલાકાત (Visit) લીધી હતી. આમ, આજ રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધી રોડ શો (Road Show) યોજવાના છે.
અનેક રસ્તાઓ પર AAPના બેનરો લગાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ (Kejriwal) અને ભગવંત માન (Bhagwant Mann) ગઇ કાલના રોજ અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી તેઓ સીધા જ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઇન હોટલ પર પહોંચ્યા હતા. આ સાથે જ અમદાવાદના અનેક રસ્તાઓ પર આમ આદમી પાર્ટીના બેનરો (Banners) લગાવવામાં આવ્યા હતા.
જો કે આ બેનરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) વિભાગ દ્વારા બેનરો ઉતારી લેતા કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. આને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) વિભાગ અને આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. શુક્રવારે બપોરે પણ અસારવા વિસ્તારમાં આ રીતે બેનર ઉતારી લેવાતાં હોબાળો મચ્યો હતો. ત્યારે ગઇકાલે મોડી રાત્રે પણ કોર્પોરેશનની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો (Banners) ઉતારીને ગાડીઓમાં ભરી લેવાતાં કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે બંને નેતાઓની અમદાવાદની મુલાકાતથી ભાજપ સરકાર ડરી ગઈ છે. પરંતુ બંન્ને દિગ્ગજ નેતાની અમદાવાદ મુલાકાતની (Visit) ઉપસ્થિતિને લઈ આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
કેજરીવાલની સુરક્ષા વ્યવસ્થામાં કરવામાં આવ્યો વધારો
દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને (Attacks) પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા (Safety) વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જો તમે બપોરના સમયે નિકોલ જવાનું પ્લાનિંગ કરો છો તો ખાસ ધ્યાન રાખીને આગળ જજો. નહિં તો તમને ધક્કો પડશે. કારણકે એક અહેવાલ મુજબ મુખ્યમંત્રી કેજરીવાલની મુલાકાતને પગલે નિકોલના અમુક રસ્તા બંધ (Road) કરવામાં આવશે. આજ રોજ સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જે લોકો આશ્રમમાં જતા હતા એમનું કડક ચેકિંગ કરવામાં આવતું હતું. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રેંટિયો (Rentio) પણ કાંત્યો હતો.