Home /News /gujarat /અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, આગામી દિવસોમાં ગરમીમાં થશે વધારો

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, આગામી દિવસોમાં ગરમીમાં થશે વધારો

રાજ્યમાં  હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો હજુ ઉપર જાય તેવી આગાહી કરવામાં આવી છે.

પવનની દિશા બદલાતા આગામી સમયમાં 1-2 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં  43 ડિગ્રી ઉપર તાપમાન રહેવાની સંભાવના સંભવાના છે. જ્યારે સુરેન્દ્રનગર, ઈડર અને અમરેલીમાં 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતા છે. આમ આગામી દિવોસોમાં ગરમીનો પારો સતત વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના હવામાન પર એક નજર કરીએ....
શહેર                         તાપમાન

અમદાવાદ                 41
રાજકોટ                      41.5
વડોદરા                       40.7
સુરત                            41.2
અમરેલી                      43.0
સુરેન્દ્રનગર                 42.3

તો વધતી જતી ગરમીના કારણે લોકો બિમાર થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા કેસ વિશે વાત કરીએ તો...

કેસ                                       સંખ્યા

શરદી-ઉધરસ-તાવ             189
મરડો                                        7
ઝાડા-ઉલટી                          112
મેલેરિયા                                  1
ટાઈફોઈડ-તાવ                     5
કમળો-તાવ                            2
અન્ય                                        26
First published:

Tags: Heatwave, ORANGE ALERT, અમદાવાદ