Home /News /gujarat /

આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા, જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

આજે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા, જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ

    ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ઉનાળાનાં રૌદ્ર સ્વરૂપને કારણે ગરમીનો પારો ઊંચકાયો છે. રાજ્યના 11 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે. જ્યારે ગઇકાલે અમદાવાદ, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 43 ડિગ્રી થયું નોંધાયું હતું. આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્રમાં હાઇપ્રેશરની સિસ્ટમ ડેવલપ થતાં ગરમીમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે.

    અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં 43.7 ડીગ્રી ગરમી નોંધાતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.

    આજે છે ઓરેન્જ એલર્ટ

    મહત્વનું છે કે અમદાવાદમાં ગુરૂવારે એટલે ગઇકાલે ઉનાળામાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો. જેના કારણે બધા રસ્તાઓ સૂમસામ બન્યા હતા. લોકો બપોરે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. AMCએ આજે શુક્રવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે, ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને શનિવારથી ગરમી ઘટશે તેવી આગાહી જાહેર કરી છે. મ્યુનિ.એ જણાવ્યું છે કે, શનિવારે 42 ડિગ્રી, રવિવાર અને સોમવારે 41 ડિગ્રી ગરમીની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મંગળવારે ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે તેવી આગાહી જાહેર કરી છે.

    ગરમીમાં પણ સુકાઇ જાય છે તમારા હોઠ? તો અપનાવી જુઓ આ ઘરેલુ ઉપચાર

    જાણો હીટસ્ટ્રોકના લક્ષણો 

    ગરમીની અળાઈઓ, ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ચામડી લાલ-સૂકી અને ગરમ થઈ જવી. સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી થવી. ઉપરોક્ત લક્ષણો દેખાય તો તુરંત તબીબની સલાહ લેવી અથવા 108નો સંપર્ક સાધવો.

    આગનાં બનાવમાં પણ વધારો થયો

    અમદાવાદ શહેરમાં ગરમીના કારણે આગ લાગવાના બનાવોમાં બે ગણો વધારો જોવા મળી રહ્યો છે. ગત માર્ચ માસમાં આગના 201 બનાવ બન્યા હતા. જેમાં ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગના ૫૨ બનાવ બન્યા હતા. વાહનો સળગી ઉઠવાના 10 બનાવ બન્યા હતા. આગના આ બનાવો સામાન્ય કરતા વધુ હોવાનું જાણવા મળે છે. ગત જાન્યુઆરી માસમાં આગના કુલ 163 બનાવ બન્યા હતા. ફેબુ્રઆરી માસમાં 150 બનાવ અને માર્ચ માસમાં 201 આગના બનાવ અમદાવાદ ફાયરબ્રિગેડમાં નોંધાવા પામ્યા હતા. છેલ્લા ત્રણ માસમાં આગના બનાવોનો આંકડો 514ને આંબી ગયો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ORANGE ALERT, Summer, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन