Home /News /gujarat /

દલાલી મળે તો આ સરકાર ડોકલામને પણ ચીનના ખોળે ધરી દેઃ ધાનાણી

દલાલી મળે તો આ સરકાર ડોકલામને પણ ચીનના ખોળે ધરી દેઃ ધાનાણી

પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)

    પ્રણવ પટેલ, અમદાવાદ

    અમદાવાદઃ રાહુલ ગાંધીએ ગુરુવારે સરદાર પટેલના નિર્માણાધીન સ્ટેચ્યૂને 'મેડ ઇન ચાઇના' કહ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને 'મેડ ઇન ઇટલી' કહ્યા હતા. આ મામલે વિપક્ષને નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

    પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, "લોખંડી પુરુષ સરદાર પટેલને લોંખડના ભુક્કામાંથી પૂતળામાં કેદ કરવાનું ષડયંત્ર ભાજપ સરકારે રચ્યું છે. સરકાર 'મેડ ઇન ઇન્ડિયા'ની વાત કરીને સરદારના પૂતળાને ચીનમાં બનાવવાનો સબ-કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ સત્યને છૂપાવવા માટે ભાજપ રાષ્ટ્રભક્ત રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવી રહી છે."

    ધાનાણીએ આક્રમક ભાષામાં ભાજપ પર આક્ષેપો લગાવતા કહ્યુ કે, "આઝાદીની લડાઈમાં અંગ્રેજોની દલાલી કરનાર લોકો હવે આખા દેશને ગીરવે મૂકવાનું કામ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાશનમાં કારગીલના કોફીનમાંથી કટકી કરવામાં આવી છે. ગંગા સફાઈના નામે સાત હજાર કરોડની દલાલી તારવી છે. મગફળીકાંડમાંથી મલાઈ તારવવામાં આવી છે. દેશની સરહદની રક્ષા કરનાર રાફેલ વિમાનના સોદામાંથી પણ પોણા બે લાખ કરોડની દલાલી તારવવામાં આવી છે. જો દલાલી મળે તો આ લોકો ડોકલામને પણ ચીનના ખોળે ધરી દેતા શરમ ન અનુભવે. આવા લોકોથી દેશને ચેતવાની જરૂર છે. આ લોકોનું ચાલે તો દેશની સરહદોને પણ ગીરવે મૂકી દે."

    આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ પર અહેમદ પટેલનું ટ્વિટઃ 'આ ચીનના કામદારો છે કે પર્યટકો?'

    રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન

    ગુરુવારે મધ્ય પ્રદેશની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ સ્ટેસ્યૂ ઓફ યુનિટિ પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં બનેલી સરદાર પટેલી મૂર્તિ 'મેડ ઇન ચાઇના' છે. રાહુલે કહ્યુ કે, "ગુજરાતમાં સરદાર પટેલની જે મૂર્તિ
    બની રહી છે તે આપણા શર્ટ અને બૂટની જેમ 'મેડ ઇન ચાઇના' હશે."

    નાયબ મુખ્યમંત્રીનો રાહુલ પર પલટવાર

    રાહુલ ગાંધીના નિવેદન અંગે આકરી પ્રતિક્રિયા આપતા નીતિન પટેલે કહ્યુ કે, રાહુલ ગાંધીમાં ઈટાલીનું લોહી વહેતું હોવાથી તેમને 'મેડ ઇન ઇટાલી' કહી શકાય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bjp government, Made in india, Narmada river, Paresh dhanani, Sardar Patel statue, Sardar Sarovar, Statue of unity, Vijay Rupani, કોંગ્રેસ, નિતિન પટેલ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन