વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને મળવાનો સમય માગ્યો છે. ધાનાણીએ પત્રમાં લખ્યું કે હાર્દિકના આંદોલનનો સુખદ અંત લાવવો જોઇએ. સાથે જ તેઓએ પત્રમાં ખેડૂતોના દેવા માફી અંગે પણ અનુરોધ કર્યો હતો. તો આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલે વિપક્ષનો ઉધળો લીધો હતો. તેઓએ કહ્યું કે અનામત મુદ્દે કોંગ્રેસ એક શબ્દ બોલી નથી.
શું કહ્યું પરેશ ધાનાણીએ ?
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં પરેશ ધાનાણીે સરકાર પર પ્રહારો કર્યા હતા. સાથે જ રૂપાણીને મળવાનો સમય માગ્યો હતો. પત્રાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે છેલ્લા 12 દિવસથી એક યુવક આંદોલન ચલાવી રહ્યો છે, અને સરકારના પેટનું પાણી પણ હલતું નથી. સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ. અને આંદોલનનો સુઃખદ અંત લાવવો જોઇએ.
શું કહ્યું ભાજપના મંત્રીએ ?
તો પરેશ ધાનાણીના લેટરની વાત સામે આવતા જ સરકારના મંત્રી સૌરભ પટેલે પાંચ મિનિટની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સૌરભ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ રાજ્યની જનતાને જણાવે કે કેવી રીતે તેઓ પાટીદારોને અનામત આપી શકાય, બીજું જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે બાબા રામદેવ પર અત્યાચાર કર્યો હતો. કોંગ્રેસ પોતાની બેવડી નીતિ સ્પષ્ટ કરે.