Home /News /gujarat /

શિક્ષણ માફિયાઓને બખ્ખા, બે વર્ષમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી

શિક્ષણ માફિયાઓને બખ્ખા, બે વર્ષમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

વિપક્ષે પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા તેને સાંભળીને તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા.

    વિધાનસભામાં મંગળવારે શિક્ષણનો મુદ્દો ઉછળ્યો હતો. રાજ્યમાં સતત કથળી રહેલા શિક્ષણ મુદ્દે ચર્ચાઓ અને સવાલ જવાબ થયા. વિપક્ષ દ્વારા સરકાર પાસે છેલ્લા કેટલાક વર્ષમાં કેટલી ખાનગી અને કેટલી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

    વિપક્ષે પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા તેને સાંભળીને તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. રાજ્ય સરકાર પર શિક્ષને ખાનગીકરણ કરવાના તો વર્ષોથી આરોપ લાગી રહ્યાં છે, પરંતુ મંગળવારે શિક્ષણમંત્રીએ આંકડા જાહેર કરી આડકતરી રીતે સાબિતી પણ આપી દીધી.

    અહીં ક્લિક કરી વાંચોઃ 800 KM પ્રતિ કલાકની ઝડપે દોડશે આ સુપર સોનિક કાર!

    શિક્ષણ મંત્રીએ જણાવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની સરકારી 100, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજો છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર 1 સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે, તેની સામે 40 ખાનગી કોલેજોને મંજુરી આપવામાં આવી છે, જ્યારે એકપણ ગ્રાન્ટેડ કોલેજને મંજુરી આપવામાં આવી નથી. સરકારી કોલેજોને મંજુરી આપવામાં આવી તેની સરખામણીએ ખાનગી કોલેજોને આપવામાં આવેલી મંજુરી ચાલીશગણી થાય છે.



    તો સૌથી વધુ ખાનગી કોલેજો ભાવનગર જિલ્લામાં 45 અને રાજકોટ જિલ્લામાં 43 કોલેજો આવેલી છે. ખાનગી કોલેજોના સંચાલકો લાખો રૂપિયાની ફી ઉઘરાવી ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: કોંગ્રેસ, ભાજપ, રાજ્ય

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन