AMC કમિશનર લોચન સહેરાનો આદેશ , વેકિસનનાં બન્ને ડોઝ લેનાર જ અધિકારીઓને મળી શકશે
AMC કમિશનર લોચન સહેરાનો આદેશ , વેકિસનનાં બન્ને ડોઝ લેનાર જ અધિકારીઓને મળી શકશે
AMC કમિશનર લોચન સહેરાનો આદેશ , વેકિસનનાં બન્ને ડોઝ લેનાર જ અધિકારીઓને મળી શકશે
Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ થો વાધરો અને રસિકરણ અંગે જાગૃતતા ફેલાવવામાટે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે . ત્યારે રાજ્ય સરકાર અને મહાનગર પાલિકા કોરોના રસીકરણ પર ભાર મુકી રહી છે .
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના કેસ થો વાધરો અને રસિકરણ અંગે જાગૃતતા ફેલાવવામાટે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે . ત્યારે રાજ્ય સરકાર અને મહાનગર પાલિકા કોરોના રસીકરણ પર ભાર મુકી રહી છે . ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર લોચન સહેરાએ સરક્યુલર કરી તમામ વિભાગને આદેશ જાહેર કર્યો છે કે રસીનાં બંને ડોઝ લીધેલી વ્યક્તિ જ અધિકારીઓને મળી શકશે.
AMC કમિશનર લોચન સહેરાએ પરિપત્ર જાહેર કરતા કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં તથા અમદાવાદ શહેરમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાને લેતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઝોનલ ઓફીસ / સબ ઝોનલ ઓફીસ , સીટી સીવીક સેન્ટ્રર , આધાર કેન્દ્રો , બગીચા , જીમ્નેશીયમ , સ્નાનાગાર , સાબરમતી રીવર ફ્રન્ટના બગીચા , કાંકરીયા લેક ફ્રન્ટ , ઝૂ તથા અન્ય જુદા જુદા સ્થળે આવેલ કચેરીઓમાં તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓ માટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાકાતીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ , તે પ્રમાણપત્રના આધારે બુથ પરના કર્મચારી / અધિકારીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઈસ્યુ કરવાના થાય છે.
તેના અમલ માટે તા 01-01-2022 થી જરૂરી કાર્યવાહી કરવા સંદર્ભ જણાવેલ પરિપત્રથી જણાવવામા આવેલ છે. પરંતુ તેનો દરેક ઝોનલ ચુસ્તપણે અમલ થતો ન હોવાનું ધ્યાન ઉપર આવેલ છે . જે ઘણી જ ગંભીર બાબત છે. હવેથી દરેક ઝોનલ કચેરીમા / સબ ઝોનલ કચેરીમા આવતા મુલાકાતીઓ માટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાકાતીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ , તે પ્રમાણપત્રના આધારે બુથ પરના કર્મચારી / અધિકારીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઈસ્યુ કરવામા આવશે.
ત્યારે જે અધિકારીને મુલાકાતી મળવા આવે ત્યારે તેઓના તાબા હેઠળના સ્ટાફ દ્વારા ચકાસણી કર્યા બાદ મુલાકાતીને અધિકારી સમક્ષ મોકલવામા આવે તે રીતની વ્યવસ્થા દરેક ખાતાના અધિકારીએ ચુસ્ત રીતે ગોઠવવાની રહેશે . તેમજ તે અંગેની સંબધિત કર્મચારીઓને નોધ લેવડાવવાની રહેશે.
નોંધનિય છે કે કોરોના સંક્રમણ અટકાવા માટે કોરોના રસી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામા આવી રહ્યો છે . હાલ ત્રીજી લહેર હોવા છતા હોસ્પિટલમા દાખલ દર્દીઓ સંખ્યા ઓછી હોવા પાછળ મુખ્ય કારણ વેકિસન હોવાનું તબિબ કહી રહ્યા છે . તો બીજી તરફ જે વ્યક્તિ વક્સિન લીધી નથી તેઓ હોસ્પિટલ દાખલ થવાના આંકડાઓ વધુ છે .
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર