ભાવિક આચાર્ય, અમદાવાદ: શહેરમાં રોજેરોજ લૂંટ મર્ડરનાં ગુનાઓ વધી રહ્યાં છે. ધંધુકામાં એક લુંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં ગુણોદય ધામ જૈન દેરાસરમાં વહેલી સવારે ગુણોદય ધામમાં રહેતાં માલધારી પરીવારને માર મારી લુંટારૂ ટોળકીએ લૂંટ ચલાવી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 4થી 5 લોકોની હાલત ગંભીર છે. આ ઉપરાંત 1.30 લાખથી વધુની લૂંટ કરવામાં આવી છે. અજાણ્યા 10થી 12 શખ્સોની ટોળકી એ લુંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ફેદરા રોડ પર આવેલા ગુણોદય ધામ જૈન દેરાસરમા લૂંટારું ટોળકીએ ત્રાટકી હતી. ગુણોદયમાં મોટું જૈન દેરાસર આવેલું છે. આ દુર્ઘટનામાં ભોગ બનનાર ભરવાડ પરિવાર દેરાસરમાં જ રહેતો હતો. લૂંટારૂઓએ પરિવારના ઘરમાં ઘૂસી સભ્યોને માર મારી લૂંટ કરી હતી. જેમાં 1 વ્યકિતનું મોત નીપજ્યું છે. જ્યારે 4થી5 લોકોને ગંભીર હાલતમાં છે. ઇજાગ્રસ્તોને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
મોડી રાતે આસરે અઢી વાગ્યાની આસપાસ લૂંટારું ટોળકી ત્રાટકી હતી. 1.30 લાખથી વધુની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી, DYSP અને ધંધુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર