હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ભૂવો છવાયેલો છે. આ ભૂવો રાજ્યમાં થયેલા લોકરક્ષક દળના પેપર લીક મામલે બોલી રહ્યો છે, આ ભૂવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ ફરી કહી રહ્યાં છે કે ઉમેદવારને તૈયારી કરવાનો સમય મળે તે માટે પેપરલીક થયું હતું.
LRD પેપર મામલો ભલે કાયદાનું ઉલ્લંઘન કરવાની રીતે ચર્ચામાં રહ્યો હતો. પરંતુ આ મુદ્દો સોશિયલ મીડિયામાં એક બીજી રીતે ચર્ચામાં છે. આ ચર્ચા પાછળનું કારણ છે એક ભૂવો, આ ભૂવો એવું કહી રહ્યો છે કે બે રવિવાર પહેલા જ મને ખબર હતી કે ઉમેદવારોએ પૂરતી તૈયારી નથી, એટલે ઉમેદવારોને તૈયારી કરવાનો સમય મળી રહે તે માટે પેપર ફોડી નાખ્યું હતું. સાથે જ ભૂવાએ પરીક્ષાની તૈયારી કરવાનું પણ કહ્યું હતું.
થોડા સમય પહેલા જ આ ભૂવાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કહી રહ્યાં છે કે 30 માર્કનું પેપર કોરું રાખજો કંકુ આંકડાથી હું લખી દઇશ. પેપર કોરું લખવાનો આ વાયરલ વીડિયોમાં દાવો કરી રહ્યો છે. પેપર પાસ કરાવાનો દોવા કરીને ભૂવો વીડિયોમાં પરીક્ષાર્થીઓને ભરમાવાનું કામ કરતો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યો છે.
તો અહીં પ્રશ્ન એ થાય કે, શું પેપરમાં કોરુ મુકી દેવાથી પાસ થઈ જવાય..શું પેપરમાં વગર લખે પાસ થઈ જવાય ?
તો અહીં પ્રશ્ન એ થાય કે, શું પેપરમાં કોરુ મુકી દેવાથી પાસ થઈ જવાય..શું પેપરમાં વગર લખે પાસ થઈ જવાય ? ભૂવો તો પોતાના આ દાવાથી માત્ર યુવાનોનું ધ્યાન ભટકાવતો હોય તેવું લાગે છે. પરીક્ષા આપતા યુવાનોને NEWS 18 ગુજરાતી અપીલ કરી રહ્યું છે કે આવા ધુતારા ભુવાઓથી ભરમાશો નહીં. આવા ભુવાઓના ધતિંગમાં ફસાસો નહીં. 21મી સદીનો આવા તરકટી ભૂવાઓથી થઈ જજો સાવધાન.કારણે કે આવા ભુવા આ બહાને માત્ર ઠગાઇ કરે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર