Home /News /gujarat /Ahemdabad: હનુમાનજયંતિએ ડભોડિયા હનુમાનજીને 1,111 તેલના ડબાનો મહાઅભિષેક કરવામાં આવશે

Ahemdabad: હનુમાનજયંતિએ ડભોડિયા હનુમાનજીને 1,111 તેલના ડબાનો મહાઅભિષેક કરવામાં આવશે

દાદાને 151 કીલોની કેક તેમજ 101 દીવાની મહાઆરતી કરવામાં આવશે

ગાંધીનગર (Gandhinagar) સ્થિત ડભોડામાં (Dabhoda) આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી (Dabhodia Hanumanji) મંદિર ખાતે આગામી હનુમાનજયંતિ મહોત્સવની તૈયારીની રંગેચંગે શરૂ થઈ ગઈ છે. જ્યારથી મંદિર મંડળ દ્વારા આ મહોત્સવ નક્કી કરવામાં આવ્યું છે ત્યારથીજ ભક્તોમાં આંનદની લાગણી વ્યાપી છે.

વધુ જુઓ ...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) સ્થિત ડભોડામાં (Dabhoda) આવેલા સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી (Dabhodia Hanumanji) મંદિર ખાતે આગામી હનુમાનજયંતિ મહોત્સવની તૈયારીની રંગેચંગે શરૂ થઈ ગઈ છે. જ્યારથી મંદિર મંડળ દ્વારા આ મહોત્સવ નક્કી કરવામાં આવ્યું છે ત્યારથીજ ભક્તોમાં આંનદની લાગણી વ્યાપી છે. છેલ્લે 2019 માં હનુમાનજયંતિ (Hanuman Jayanti) મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 2020 માં મહોત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે છેલ્લી ઘડીએ કોરોનાનું ગ્રહણ લાગતા બંધ રાખવો પડ્યો હતો.

આ પ્રસંગ 16 મી એપ્રિલના રોજ હનુમાનજયંતિ મહોત્સવની (Mahotsav) ઉજવણી મંદિર ખાતે કરવામાં આવશે. જોગાનુજોગ 16 મી એ શનિવાર હોવાથી મહાસંગમ માનવામાં આવી રહ્યો છે. મંદિર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિર દ્વારા પ્રસંગના કાર્યક્રમની વિગતો દર્શાવતા મોટા બેનરો (Banners) તૈયાર કરીને જાહેર સ્થળો ઉપર લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ હનુમાનજયંતિમાં તેલના ડબાનો (Oil Cans) અભિષેક ભક્તો માટે મોટા આકર્ષણનું કેન્દ્ર હોય છે.

દાદાને 151 કીલોની કેક તેમજ 101 દીવાની મહાઆરતી કરવામાં આવશે


દાદાના મહાઅભિષેક માટે તેલના (Oil) ડબાની નોંધણી એક મહિના પહેલા જ મંદિર દ્વારા શરુ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ 300 થી પણ વધુ તેલના ડબાની નોંધણી ભક્તો દ્વારા કરાવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ વખતે 1111 તેલના ડભાનો અભિષેક કરવામાં આવશે. આ સિવાય મંદિર ખાતે 151 કીલોની કેક (Cake) તેમજ 101 દીવાની મહાઆરતી (Mahaarati) પણ કરવામાં આવશે. સવારે હનુમાન દાદાની શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ મંદિરના શિખર ઉપર દાદાની ધજા ચઢાવવામાં આવશે. દર્શને આવતા ભક્તો માટે ભોજન પ્રસાદીનું (Prasadi) આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા, પ્રવીણ મારુએ કેસરિયો ખેસ કર્યો ધારણ

દુબઇ, આફ્રીકામાં વસતા પરિવારોમાં આનંદની લાગણી

ડભોડામાં આ વર્ષે હનુમાનજયંતિની ઉજવણીના નિર્ણયથી જીલ્લા અને અમદાવાદમાં વસતા ભક્તોમાં તો આનંદ છવાયો જ છે. પરંતુ આ સિવાય ડભોડાના સ્થાનિક અને એનઆરઆઇ (NRI) પરિવારોમાં પણ ખુબ જ આનંદની લાગણી ફેલાઇ ગઈ છે. એનઆરઆઇ (NRI) પરિવારો દર વર્ષે રૂબરૂ ના પહોંચી શકતા હોવાથી હનુમાનજીની આરતીને લાઇવ ફેસબુકમાં (Facebook) તેમજ ટીવી ચેનલમાં (TV Channel) અચુક નીહાળતા હોય છે. દુબઇમાં તેમજ ખાસ કરીને આફ્રીકામાં વસતા ડભોડાના સ્થાનિક પરીવારો ખુબ જ આસ્થા ધરાવે છે.

આ પણ વાંચો: પંજાબમાં 300 યૂનિટ મફત વીજળી આપવાનો AAP ના વાયદો હાલ અભરાઇએ, જાણો કેમ

વર્ષ 2019માં 1500 ડબાનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

દાદાને છેલ્લે વર્ષ 2019માં 1500 ડબાનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકમાં બે ટેન્કરો (Tanker) ભરાય એટલું તેલ દાદાને (Dada) ચડાવવામાં આવ્યું હતું. આશરે 3 થી 4 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે પણ ચાર લાખ ભક્તો દાદાના દર્શને (Darshan) આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ તેમજ પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
First published:

Tags: Gandhinagar News, Hanuman Temple, ગાંધીનગર, હનુમાન જયંતિ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો