Home /News /gujarat /ભાજપની જીતનો ખૌફ, ઓમર અબ્દુલ્લાહની સલાહ, વિપક્ષો 2019 ભૂલી જાય કરે 2024ની તૈયારી

ભાજપની જીતનો ખૌફ, ઓમર અબ્દુલ્લાહની સલાહ, વિપક્ષો 2019 ભૂલી જાય કરે 2024ની તૈયારી

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં જે રીતે ભાજપ અને મોદીનો જાદુ ચાલ્યો છે એ જોતાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ઉડીને આંખે વળગે એવી વિપક્ષોને સલાહ આપી છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે, વિપક્ષોએ 2019 ભૂલીને 2024ની તૈયારીઓ કરવી જોઇએ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી # ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં જે રીતે ભાજપ અને મોદીનો જાદુ ચાલ્યો છે એ જોતાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ઉડીને આંખે વળગે એવી વિપક્ષોને સલાહ આપી છે. એમણે ટ્વિટ કરીને કહ્યું કે, વિપક્ષોએ 2019 ભૂલીને 2024ની તૈયારીઓ કરવી જોઇએ.

    ચૂંટણી પરિણામો જોતાં એવું લાગે છે કે, ભારતમાં મોદી અને ભાજપને ટ્ક્કર આપનાર હાલ હવે કોઇ નથી. એટલું જ નહીં એ બાદ એમણે વધુ એક ટ્વિટ કરી લખ્યું કે, પંજાબ, ગોવા અને મણીપુરના પરિણામો બતાવે છે કે ભાજપને ટક્કર આપી શકાય છે પરંતુ શરત એટલી જ છે કે, વિપક્ષે ટીકાને બદલે સકારાત્મક વિકલ્પ આપવાની સ્ટ્રેટેજી બનાવવી જોઇએ.

    વધુ એક ટ્વિટ કરતાં એમણે લખ્યું કે, મે અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ કહુ છું કે મતદાતાઓને વિકલ્પ આપવો પડશે. અહીં નોંધનિય છે કે, ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું હતુ કે, મોદીનો યુગ આગામી દોઢ દાયકા સુધી રહેશે અને રાહુલે એ બાદની તૈયારીઓ કરવી જોઇએ.

    First published:

    Tags: ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામ 2017, ઓમર અબ્દુ્લ્લા, ગોવા ચૂંટણી પરિણામ 2017, નરેન્દ્ર મોદી, ભાજપ, વડાપ્રધાન

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો