Home /News /gujarat /

અમદાવાદ : પુત્રએ વૃદ્ધ પિતા સાથે કર્યો દગો, રૂ. 8 લાખ પડાવી લીધા

અમદાવાદ : પુત્રએ વૃદ્ધ પિતા સાથે કર્યો દગો, રૂ. 8 લાખ પડાવી લીધા

પ્રતિકાત્મક તસવીર

પુત્રની વિનંતી બાદ તેમણે બેંક ઓફ બરોડાની એફડી તોડાવીને તેને રૂ. 14.50 લાખ આપ્યા હતા.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ :  અમદાવાદમાં એક વયોવૃદ્ધ પિતા સાથે સગા દીકરાએ વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ કાગડાપીઠ પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી સગા પુત્ર અને તેની પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ફરિયાદ પ્રમાણે પુત્રએ પિતાનો વિશ્વાસ કેળવીને તેના પુત્રને ન્યૂઝલેન્ડ જવા માટે બેંક બેલેન્સ બતાવવાના બહાને પિતાના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પિતાના બે ચેકની ચોરી કરીને બીજા આઠ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને અંગત કામમાં વાપરી નાખ્યા હતા.

    કેસની વિગત જોઈએ તો કાંકરીયા વિસ્તારમાં રહેતા 90 વર્ષીય મોહનલાલ મકવાણાએ કાગડાપીઠ પોલીસ મથકે ફરિયાદ આપી છે કે, તેઓ કાંકરીયા ખાતે ભારતીયનગર કો.ઓ.હા.સો.લીમાં પોતાના નાના પુત્ર વ્યોમેશ અને પુત્રવધૂ લતાબેન સાથે રહે છે. વ્યોમેશના મોટા પુત્ર ક્ષિતિજને વધારે અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ જવાનું હોવાથી બેંક બેલેન્સ તરીકે અમુક રકમ બતાવવાની હતી.

    આ પણ વાંચો : પતિ પત્ની ઔર વો : "હું તો આવો જ છું, તારે ન રહેવું હોય તો તારા બાપના ઘરે જા"

    પુત્રની વિનંતી બાદ તેમણે બેંક ઓફ બરોડાની એફડી તોડાવીને તેને રૂ. 14.50 લાખ આપ્યા હતા. તમામ ખર્ચ બાદ ખાતામાં ખાતામાં રૂ. નવ લાખ જેટલી રકમ બચી હતી. જાન્યુઆરીમાં પુત્ર વ્યોમેશે પૈસા માટે બોલાચાલી કરી હતી અને પિતા સાથે મારપીટ કરી હતી. આ અંગે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

    મારપીટના બનાવ બાદ વ્યોમેશ અને તેની પત્નીએ મોહનલાલના કબાટમાંથી જૂની ચેકબુક ચોરીને રૂ. સાડા આઠ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ રકમ વ્યોમેશે પુત્રના વિઝા માટે નહીં પરંતુ અંગત કામ માટે વાપરી નાખતા મોહનલાલ પુત્ર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. કાગડાપીઠ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Father, Money, Transfer, અમદાવાદ, પુત્ર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन