Home /News /gujarat /

નોટબંધી : હવે એટીએમની જેમ પેટ્રોલ પંપેથી મેળવી શકાશે 2 હજાર રૂપિયા

નોટબંધી : હવે એટીએમની જેમ પેટ્રોલ પંપેથી મેળવી શકાશે 2 હજાર રૂપિયા

પાંચસો અને હજારની જુની નોટો રદ કર્યા બાદ લોકોને પડી રહેલી મુશ્કેલી ઉકેલવા માટે સરકાર હરસંભવ પ્રયાસ કરી રહી છે. આ સંજોગોમાં વધુ એક સુવિધા ઉભી થવા જઇ રહી છે કે, એટીએમની જેમ પેટ્રોલ પંપેથી પણ 2 હજાર રૂપિયા મેળવી શકાશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #પાંચસો અને હજારની જુની નોટો રદ કર્યા બાદ લોકોને પડી રહેલી મુશ્કેલી ઉકેલવા માટે સરકાર હરસંભવ પ્રયાસ કરી રહી છે. આ સંજોગોમાં વધુ એક સુવિધા ઉભી થવા જઇ રહી છે કે, એટીએમની જેમ પેટ્રોલ પંપેથી પણ 2 હજાર રૂપિયા મેળવી શકાશે.

મોદી સરકાર દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જુની નોટો બદલાવવા અને ખાતામાં જમા કરવાને લઇને બેંકોમાં લાંબી કતારો લાગી રહી છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બેંકોમાં રોકડની અછત જેવો માહોલ જોવા મળી રહ્યા છે.

આ સંજોગોમાં લોકોને પૈસા સરળતાથી મળી રહે  એ માટે એટીએમ જેવી સુવિધા પેટ્રોલ પંપે શરુ કરવા સરકાર જઇ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક તબક્કે દેશના 2500 જેટલા પેટ્રોલ પંપોની પસંદગી કરાશે. જ્યાં એટીએમની જેમ ડેબિટ કાર્ડથી રૂ. 2000 કેશ કરી શકાશે.

અહીં નોંધનિય છે કે, મોટી નોટ બંધ થવાને પગલે બજારમાં રૂપિયાની અછત જોવા મળી રહી છે અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યાં કેન્દ્ર સરકાર દ્વારા ગુરૂવારે આર્થિક નિયમોમાં કેટલાક સુધાર કર્યા હતા. જેમાં રોજની રૂ.4500 ને બદલે આજથી હવે માત્ર રૂ.2000 જ બદલાવી શકાશે. જ્યારે ખેડૂતો અને લગ્નને લઇને ઘણી રાહત આપતી જાહેરાત કરી હતી.
First published:

Tags: 500 1000 રૂપિયા, એટીએમ, કરન્સી બેન, નોટબંધી, પેટ્રોલ પંપ, બેંક, બ્લેક મની

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन