Home /News /gujarat /

LRDની પરીક્ષા ફરી ચર્ચામાં, હવે શારીરિક પરીક્ષામાં ગેરરીતિનો આરોપ

LRDની પરીક્ષા ફરી ચર્ચામાં, હવે શારીરિક પરીક્ષામાં ગેરરીતિનો આરોપ

    લોકરક્ષક દળની પરીક્ષા ફરી એકવાર વિવાદમાં આવી છે. પહેલા પેપર લીક થયું હવે ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ શારીરિક પરીક્ષામાં ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે LRDની લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા જ લેવામાં આવેલી LRDની શારીરિક પરીક્ષામાં ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી કે તેમની સાથે અન્યાય થયો છે. થોડા સમય પહેલા લેવામાં આવેલી લોકરક્ષક દળની શારીરિક પરીક્ષામાં તેઓ લાયક હોવા છતા તેઓને નાપાસ કરવામાં આવ્યા છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપ પહેલા શ્રેણી હારવી ટીમ ઇન્ડિયા માટે છે ‘લકી’, આવું છે કારણ

    ઉલ્લેખનીય છે કે લોકરક્ષક દળની પરીક્ષાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી, સૌપ્રથમ પેપર લીક થયું અને લાખો વિદ્યાર્થીની મહેનત પર પાણી ફરી ગયું, જો કે સરકાર તાત્કાલિક નિર્ણય લઇને ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો, પરંતુ હવે શારીરિક કસોટીમાં પણ ગેરરીતિના આરોપથી ભારે ચર્ચા જગાવી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: LRD, LRD paper leak, આરોપ

    આગામી સમાચાર