Home /News /gujarat /માત્ર સંજીવ ભટ્ટ જ નહીં, 64 લોકોની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો: IB

માત્ર સંજીવ ભટ્ટ જ નહીં, 64 લોકોની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો: IB

પુર્વ આઈપીએસ અઘિકારી સંજીવ ભટ્ટને આપેલી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લેવાતા વિવાદ ઉભો થયો છે. આ વિવાદને લઈ રાજ્ય પોલીસ દ્રારા ખુલાસો આપવામાં આવ્યો છે જેમાં આઈબી દ્રારા જણાવવામાં આવ્યુ છે કે માત્ર સંજીવ ભટ્ટ નહી પરંતુ સંજીવ ભટ્ટ સહિત 64 લોકોની સુરક્ષામાં ફેરફાર થયા છે.

આઈબીનુ કહેવુ છે કે, સુરક્ષા આપતા પેહેલા કેટેગરી નક્કી કરવામાં આવે છે જેમાં નોન કેટગરી અને કેટેગરી આમ બે ભાગમાં સુરક્ષા આપવાનુ નક્કી કરવામાં આવે છે. આઈબીના કહેવા પ્રમાણે થોડાક દિવસોના અંતરે રીવ્યુ કમિટીની મીટીંગ મળતી હોય છે અને જે મિટીંગમાં મહાનુભાવોને આપવામાં આવેલ સુરક્ષા અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓ તરફથી મળેલ ઈનપુટના આધારે સુરક્ષા ચાલુ રાખવાનો કે પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવે છે.

આ મીટીંગમાં નોન કેટેગરીના કુલ 64 લોકોની સુરક્ષા પરત ખેંચવા તથા એક્સ/વાય કેટેગરી ધરાવતા 5 મહાનુભાવોની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવેલ છે. સાથો સાથ 2 મહાનુભાવોની સુરક્ષા વાય કેટેગરીમાંથી એક્સ કેટેગરી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આમાં જજીસ, પુર્વ મંત્રીઓ, પુર્વ સંસદની પણ સુરક્ષા પરત લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રમણવોર, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, શક્તિસિંહ ગોહીલ, ભરત સિંહ સોલંકી, પુર્વ આઈપીએસ સુધીર સિન્હા, પીએલ સોલંકી, મહિલા અધિકારી દિવ્યા રવિયા અને સંજીવ ભટ્ટ સામેલ છે.

આઈબી અધિકારી મયુર ચાવડાએ જણાવ્યું કે, એક રિવ્યુ મીટીંગ થાય છે, જેમાં આ નિર્ણય લેવામાં આવે છે અને જેમાં 64 લોકોની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે. સંજીવ ભટ્ટને જે કારણોસર સુરક્ષા આપવામાં આવી હતી, તે કારણ તેમનુ પુરુ થયુ છે.
First published:

Tags: Sanjiv Bhatt, Security, આઇબી