Home /News /gujarat /

સુરેશ પટેલને ઉ.ગુજરાત PASS કન્વીનર બનાવાયા,રેશમા પટેલ કરશે મહિલા સંગઠન મજબૂત

સુરેશ પટેલને ઉ.ગુજરાત PASS કન્વીનર બનાવાયા,રેશમા પટેલ કરશે મહિલા સંગઠન મજબૂત

અમદાવાદઃ ગઇકાલે પાટણ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લા અને તાલુકાના ક્ન્વીનરો અને સહ કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમત્તે ઉત્તર ગુજરાત પાસ કન્વીનર તરીકે સુરેશ પટેલ(ઠાકરે), સહ કન્વીનર રવિ પટેલ તેમજ મીડિયા સેલ કન્વીનર તરીકે અભિક પટેલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહિલા સંગઠનને મજબૂત કરવા પ્રભારી તરીકે રેશમા પટેલની નિમણુક કરવામાં આવી છે.

અમદાવાદઃ ગઇકાલે પાટણ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લા અને તાલુકાના ક્ન્વીનરો અને સહ કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમત્તે ઉત્તર ગુજરાત પાસ કન્વીનર તરીકે સુરેશ પટેલ(ઠાકરે), સહ કન્વીનર રવિ પટેલ તેમજ મીડિયા સેલ કન્વીનર તરીકે અભિક પટેલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહિલા સંગઠનને મજબૂત કરવા પ્રભારી તરીકે રેશમા પટેલની નિમણુક કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ ગઇકાલે પાટણ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લા અને તાલુકાના ક્ન્વીનરો અને સહ કન્વીનરોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમત્તે ઉત્તર ગુજરાત પાસ કન્વીનર તરીકે સુરેશ પટેલ(ઠાકરે), સહ કન્વીનર રવિ પટેલ તેમજ મીડિયા સેલ કન્વીનર તરીકે અભિક પટેલની નિમણુંક કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહિલા સંગઠનને મજબૂત કરવા પ્રભારી તરીકે રેશમા પટેલની નિમણુક કરવામાં આવી છે.જ્યારે નરેન્દ્ર પટેલને ઉત્તર ગુજરાતના પાસ કન્વિનર પદેથી હટાવાયા છે. બિન સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ જે પાછળ સમાજ કરતા તેઓ રાજકીય પાર્ટીઓ તરફ વધુ જોક રાખતા હોવાનું મનાય છે.

પાટણના વિશ્વાસ કોમ્પલેક્ષમાં પાટણના પાસ કન્વીનર કીરીટ પટેલના કાર્યાલયમાં  ગાંધીનગર,અમદાવાદ સહિત નવ જિલ્લાના પાટીદાર આંદોલન સમિતિના કન્વીનરોની પાટણ ખાતે ગઇકાલે મળેલ બેઠકમાં અનામત આંદોલનની આગામી રણનીતિ અંગે ચર્ચા કરાઇ હતી.ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાત પાસના કન્વીનર રહેલા નરેન્દ્રભાઇ પટેલની જગ્યાએ મહેસાણાના જ સુરેશ ઠાકરેને ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાંબરકાંઠાના રવિ પટેલની વરણી કરવામાં આવી હતી.

મહેસાણા,પાટણ, બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલી,ગાંધીનગર,અમદાવાદ,કચ્છ
,ભુજ જીલ્લા પાસ કન્વીનરોની બેઠક યોજાઇ હતી. જેમાં પાસના મહિલા અગ્રણી
રેશ્માબેન પટેલ સહિત પાસ કન્વીનરોએ ત્રણ મુદ્દા સંગઠન,યાત્રા સહિત ત્રણ મુદ્દે ચર્ચા કરી હતી.

યુનિ. પોસ્ટરકાંડમાં યોગ્ય તપાસની પાસની માગ

અમદાવાદઃપાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આદેશપાલના પોસ્ટરકાંડ બાદ પાટીદાર મહિલા અધ્યાપિકાને અન્ય સ્ટાફ સાથે રાત્રે
બોલાવીને પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી ભય ઉભો કર્યા બાબતે પોલીસને રજૂઆત કરાઇ છે. જો કે હજુ તેની યોગ્ય તપાસ થઇ નથી અને ર્ડા.આદેશપાલ બાબતે સાચી તપાસ કરવા માંગણી રાજ્ય સરકાર સુધી
પહોચાડા ઉત્તર ગુજરાત પાસ સમિતિ દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરાઈ હતી. યુનિ.માં ઉત્તર ગુજરાત પાસ સમિતિના પ્રભારી રેશ્માબેન પટેલ, કિરીટભાઇ પટેલ, લાલભાઇ પટેલ, સુરેશ ઠાકરે, રવિ પટેલ સહિત કન્વીનરો દ્વારા કુલપતિ ર્ડા.આર.એલ.ગોદારા અને ઉપકુલપતિ દીપુબા દેવડા સમક્ષ પાટીદાર મહિલા સહિત અન્ય અધ્યાપકોને ખોટી હેરાનગતિ અને પોસ્ટર બાબતે યોગ્ય તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
First published:

Tags: અનામત આંદોલન, ઉત્તર ગુજરાત, પાટીદાર આંદોલન, પાસ, બેઠક, રેશમા પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन