Home /News /gujarat /

વડોદરામાં નોનવેજ-આમલેટની લારીઓ પર પ્રતિબંધ બાદ લેવાયો મોટો નિર્ણય, આ રીતે કરવું પડશે વેચાણ

વડોદરામાં નોનવેજ-આમલેટની લારીઓ પર પ્રતિબંધ બાદ લેવાયો મોટો નિર્ણય, આ રીતે કરવું પડશે વેચાણ

પ્રતીકાત્મક તસવીર

Vadodara News: લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી છે.

    વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (vadodara municipal corporation) સ્થાયી સમિતિ અધ્યક્ષએ અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે (nonveg in Vadodara) આમલેટની લારી બંધ કરાવવા સૂચના આપવામાં આવી હતી. જોકે, જાહેરાત કર્યાના 24 કલાકની અંદર જ વડોદરા મહાનગરપાલિકાને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. મોટાપાયે કરાયેલી જાહેરાત બાદ બીજા જ દિવસે વડોદરામાં નોનવેજ અને આમલેટની લારીઓ હાલ પૂરતી બંધ નહિ થાય તેવી બીજી જાહેરાત કરવામાં આવી હતી. જેથી, વડોદરામાં બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.

    નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે

    આ અંગે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, વડોદરામાં હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરવામાં આવે. જોકે, જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી છે. 10 દિવસ પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે.

    પહેલા રાજકોટમાં લેવાયો હતો આવો નિર્ણય

    રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન, મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે પછી રચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. તેના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી હોટલ મચ્છી અને આમલેટની લારી ચલાવતા અને 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સુચના આપવામાં આવી હતી.

    આ પણ વાંચો - વલસાડ: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

    આ અંગે પહેલા સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવું. તેઓ વેચાણ કરવા માટે અન્ય વ્યવસ્થા કરે તેવું જણાવવામાં આવ્યુ હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन